For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના કારખાનામાં ટ્રેલરની અડફેટે ચાર વર્ષના બાળકનું મોત

12:48 PM Feb 19, 2024 IST | Bhumika
મોરબીના કારખાનામાં ટ્રેલરની અડફેટે ચાર વર્ષના બાળકનું મોત

મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમમાં આઈકોલેક્સ સિરામિક કારખાનામાં માટી ખાતામાં ટેઈલરના ચાલકે બેદરકારીથી વણાક લેતા ચાર વર્ષના બાળકનું હડફેટે ચડી જતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ળતી માહિતી મુજબ મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમમાં આઈકોલેક્સ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા દિલીપભાઈ ઈડીયાભાઈ ચૌહાણે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.17 ના રોજ સાંજના સુમારે તેનો દીકરો મયંક (ઉ.4) માટી ખાતામાંમાં હોય દરમિયાન ટેઈલર આરજે 09 જીસી 6833 ના ચાલક સરાફ્તહુશૈન રહીમબક્ષ શાહ એ પોતાનું ટેઈલર રીવર્સ લઇ વણાક વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ટેઈલરનું ડ્રાઈવર સાઈડનું આગળનું વહીલ મયંક પર ચડાવી દેતા તેને ગંભીર ઈજા પહોચાત્તા મૃત્યુ નીપજતું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપી ટેઈલર ચાલક સરફતહુશૈનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement