રેસકોર્સમાં પાંચ દિવસના ભવ્ય કાર્નિવલનું આયોજન
તા. 27થી 31 દરમિયાન રંગોળી સ્પર્ધા, આતશબાજી, લેસર શો, લાઈટિંગ ડેકોરેશનનો અદ્ભૂત નજારો શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે
રંગોળી સ્પર્ધા રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 26/10/2024 રવિવારના રોજ રાત્રે 8:00 કલાક સુધી જ રહેશે
રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે.
વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવેલ છે.જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે. રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે.
મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે, તેમ જણાવી રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત વિગતો આપતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,
દિવાળી ઉત્સવની હાઈલાઈટ્સ
આગામી તા.27/10/2024ના રોજ સાંજે 05:30 વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનોશુભારંભરાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાના વરદ્દ હસ્તે થશે. તા.29/10/2024ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.30/10/2024અનેતા.31/10/2024ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. તા.30/10/2024ના રોજ રાત્રે 07:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.27/10/2024 થી તા.31/10/2024 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે.
સ્પર્ધાના નિયમો: (1.) ‘સ્લોગન ગૃપ’ રંગોળી : ‘સ્લોગન ગૃપ’ રંગોળીમાં તમારે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન સાથે રંગોળી કરવાની રહેશે.દા.ત. રંગીલું રાજકોટ, રિંગ રોડ રાજકોટની શાન વગેરે. 50% માર્ક સ્લોગન અને 50% માર્ક રંગોળીના રહેશે. રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 ફૂટની રહેશે. ત્રણ વ્યક્તિ સાથે મળીને રંગોળી બનાવીશકશે. (2.) વ્યક્તિગત રંગોળી : વ્યક્તિગત રંગોળી 55 ફુટની સાઇઝ રહશે. 1) સ્પર્ધામાં નામની નોંધણી ફક્ત વોટ્સએપ પર મેસેજ દ્વારા કરાવવાની રહેશે. મેસેજમાં સ્પર્ધકનું નામ,ઉમર અને શહેર લખીને મોકલવાનું રહેશે.વ્યક્તિગત રંગોળી માટે 9228090895 પર ઠવફતિંફાામેસેજ કરવો.‘સ્લોગન ગૃપ’ રંગોળી માટે 9624025808 પર ઠવફતિંફાામેસેજ કરવો. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જો 12 કલાક સુધી તમને ૂવફતિંફાાના ગૃપમાં જોડી આપવામાં ન આવે તો,સ્પર્ધાના આયોજકને ફરીથી યાદી આપવાની રહેશે.ઉપર જણાવેલ મોબાઈલ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ કરવા ફોન કરવાની જરૂૂરીયાત નથી. 2) કુલ 8 કલર-લાલ,પીળો,કાળો,લીલો,કેસરી,સફેદ,ડાર્ક બ્લૂ અને સ્કીન કલર આપવામાં આવશે. 3) ચિરોડી કલર વ્યક્તિગત રંગોળીમાં 4સલ (8 કલરડ્ઢ500ગ્રામ) આપવામાં આવશે. ‘સ્લોગન ગૃપ’ રંગોળીમાં 12સલ(8 કલરડ્ઢ1.5 સલ) આપવામાં આવશે. ચિરોડી કલર સિવાયની વસ્તુઓ સ્પર્ધકે લાવવાની રહેશે. 4) સ્પર્ધક કોઈ પણ થીમ ઉપર રંગોળી બનાવી શકશે. પરંતુ વાદ વિવાદ થાય તેવી રંગોળી બનાવી શકશે નહીં. 5) સ્પર્ધાની તારીખ 29/10/2024 બુધવારના રોજ અને સમય બપોરબાદ 04:00 કલાક થી રાત્રિના 11.30 સુધીનો રહેશે. 6) રીપોર્ટિંગ સમય બપોરે 3.45 એ પોતપોતાના કાઉન્ટર પર રહેશે. કાઉન્ટર નંબર સ્પર્ધાના આગલે દિવસેજણાવવામાં આવશે. 7) સ્પર્ધક ચિરોડી કલર સિવાય ફૂલ,કઠોળ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરી શકશે. 8) સ્પર્ધકને આપવામાં આવેલ નંબર અને સ્થળ પર જ રંગોળી બનાવવાની રહેશે. રંગોળી નંબર સ્પર્ધાના આગલે દિવસે કહેવામાં આવશે. 9) સ્પર્ધક રંગોળી માટે બીજાની મદદ લઇ શકશે.10) સ્પર્ધા માટે કોઈપણ જાતની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી. 11) દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળી દીઠ 1 સર્ટિફિકેટ, સ્લોગન ગ્રુપ રંગોળીમાં 3 વ્યક્તિને સર્ટિફિકેટ મળશે. 12) કોઈપણ કારણસર તમારે રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનું થાય તો આયોજકને જાણ કરવાની રહેશે. 13) અધૂરી રંગોળીને સ્પર્ધામાં ગણવામાં નહીં આવે, રંગોળીમાં કોઈ એ પોતાનુ નામ લખવું નહીં. 14) સ્પર્ધાનું પરિણામ દિવાળી બાદ જાહેર થશે અને વિજેતાઓને જાણ કરવામાં આવશે. 15) નિર્ણાયકોનો નિર્ણય તમામને બંધનહર્તા રહેશે અને તે આખરી ગણાશે. 16) દરેક સ્પર્ધકને નાસ્તો તથા કોલ્ડ્રીંક્સ આપવામાં આવશે. 17) વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી મુકેશભાઇ વ્યાસ, જાણીતા લેખક જય વસાવડા, આસિતભાઈ ભટ્ટ, ચૈતન્યભાઈ, એમ યુ ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક,જયશ્રીબેન રાવલ, રૂૂપલબેન સોલંકી રહેશે.
રંગોળી સ્પર્ધાની કેટેગરી
(1) ‘સ્લોગન ગૃપ’ રંગોળી (2) વ્યક્તિગત રંગોળી આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે. કુલ 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ પાંચ વિજેતાને રૂૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ 5x15 રહેશે. આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ 5ડ્ઢ5 ની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 11 ને રૂૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 51 સ્પર્ધકને રૂૂપિયા 1000 આસ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે.