રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરમાં સ્ટવ ચાલુ કરવા જતા જ ભડકો, દાઝેલી પરિણીતાનું સારવારમાં મોત

01:18 PM Dec 13, 2024 IST | Bhumika
oplus_0
Advertisement
Advertisement

ગેસ લીકેજ થયાની શંકા, દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, દવાવાળા હાથે રોટલા ખાઇ જતા બાળકનું ઝેરી અસરથી મોત

જેતપુરના ભોમધારમાં રહેતા પરિણીતા પોતાના ઘરે સ્ટવ ચાલુ કરવા જતા દાઝી ગઇ હતી અને તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

બનાવની વિગત અનુસાર, જેતપુરના ભોમધારમાં રહેતા શ્યામાબેન રાકેશભાઇ ગઇ તા.7ના રોજ રાત્રીના સ્ટવ ચાલુ કરવા જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને જેમાં ઘર વખરી બળી ગઇ હતી જેમાં શ્યામાબેન શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમને રાજકોટમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જયાં તેમનું સારવારમાં મોત નિપજયું હતું.

શ્યામાબેનના લગ્નને પાંચ વર્ષ થયા છે. તેમને સંતાનમાં એક દીકરી છે. તેમજ મુળ યુપીના છે તેમજ પતિ બોઇલર ચલાવે છે. મહિલાની મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. જયારે બીજા બનાવમાં ટંકારામાં શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર ઉત્સવ રાકેશ વસુનીયાને દવાવાયા હાથે રોટલા ખાઇ જતા તેમનું ઝેરી અસરથી મોત નીપજયું હતું.

Tags :
gujaratgujarat newsJetpur NEWS
Advertisement
Next Article
Advertisement