For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયલાના સુદામડામાં ખનીજચોર ગેંગ દ્વારા ફિલ્મી ઢબે ફાયરિંગ

11:40 AM Sep 16, 2024 IST | admin
સાયલાના સુદામડામાં ખનીજચોર ગેંગ દ્વારા ફિલ્મી ઢબે ફાયરિંગ

ખનીજચોરીની ફરિયાદ કરનાર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યનાં ઘર ઉપર ધડાધડ ગોળીઓ છોડી

Advertisement

સાયલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સોતાજ યાદવના ઘર પર ખનીજ માફિયાઓ દ્વારા રાત્રિના સમયે ધડાધડ ફાયરિંગ કરતા ચકચાર મચી છે. સુદામડાની કરોડો રૂૂપિયાની ખનીજ ચોરીના કેસમાં જેલમાં બંધ સોતાજ યાદવ અને તેના પુત્રને થોડા દિવસ પહેલા જ જામીન મળ્યા હતા. ત્યારબાદ સોતાજ યાદવના પુત્રી દ્વારા સુદામડામાં થઈ રહેલી કાળા પથ્થરની ખનીજચોરી મામલે કલેકટરને અરજી કરી હતી. જે અરજી પરત ખેંચવા આરોપીઓ દ્વારા સોતાજ યાદવ અને પરિવારજનોને ધમકી આપવામાં આવી હતી. જો અરજી પરત ન ખેંચે તો પરિવારને ખતમ કરવા સુદામડાના દેવેન્દ્રસિંહની ડી ગેંગને સોપારી આપી હતી.આ ધમકી બાદ આરોપીઓ દ્વારા રાત્રિના સમયે સોતાજ યાદવના ઘર પર ધડાધડ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે સોતાજ યાદવ દ્વારા પાંચ લોકો સામે નામજોગ અને પડીથ ગેંગના 10થી 15 સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે સાયલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સોતાજ યાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોતાના ગામની આસપાસના વિસ્તારમાંથી આરોપીઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે. તે અંગે તેમના પુત્રી દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેથી તેનું મનદુ:ખ રાખી આરોીપ કેહાભાઈ ગભુભાઈએ ફોન કરી અરજી પરત ખેંચી લેવા માટે ધમકી આપી હતી. જો અરજી પરત નહીં ખેંચીએ તો તમામે ભેગા મળી મારા પરિવારને ખતમ કરવાની સોપારી સુદામડાના દેવેન્દ્ર ઉર્ફેડેન્ડુ બોરીચાની પડીથ ગેંગને આપી હોવાનું કહ્યું હતું.

Advertisement

ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરનારા પરિવારના ઘર પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ઘર પર લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક ફાયરિંગ થતા ઘરમાં રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ બાબતે સુરેન્દ્રનગર એસપી ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ કેસના મુખ્ય ફરિયાદી સોતાજ યાદવ અને તેના દીકરા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ સહિત અનેક ગુન્હાઓ નોંધાયેલા છે. એ જ કેસમાં સોતાજ યાદવ અને તેના દીકરાને અઠવાડીયા અગાઉ જામીન મળતા જેલમાંથી છૂટ્યા હતા. એમણે ગત 13/9/2024ના રોજ ગેરકાયદેસર ખનન મામલે સુરેન્દ્રનગર કલેકટર અને ભુસ્તરશાસ્ત્રીને લેખિત અરજી આપી હતી. આ ફાયરિંગની ઘટનાના આગલા દિવસે એમણે પોલીસ સ્ટેશને આવી એક મોબાઈલ નંબર પરથી ધમકીઓ મળતી હોવાનું જણાવતા પોલીસે એ મોબાઈલ નંબર ટ્રેસ કરીને તપાસ પણ ચાલુ કરી હતી અને રાત્રે પોલીસ સ્ટાફ પણ એમના ઘરે ગયો હતો. મોડીરાત્રે એમના ઘર પર ફાયરિંગ થયાની ઘટના બની હતી. પોલીસને ઘટના સ્થળેથી નવ ખાલી કારતૂસ અને બે ફાયર વગરના કારતૂસ મળી આવ્યા છે.

ફરિયાદીએ આ કેસમાં ત્રણ ગાડીમાં આવેલા કુલ પાંચ આરોપીઓના નામ લખાવ્યા છે. એમાંથી બે આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવાયા છે અને એમની પૂછપરછ ચાલી રહી છે. બાકીના ત્રણ આરોપીઓને તાકીદે ઝબ્બે કરવા અલગ અલગ ચારથી પાંચ ટીમો બનાવી છે. આરોપીઓમાં એક કાઠી સમાજના ડેડુનુ નામ છે. એની વિરુદ્ધ વર્ષ 2021 પહેલાના ગુન્હાઓ નોંધાયેલા છે. પણ 2021 પછી એની વિરુદ્ધ કોઈ ગુન્હાઓ નોંધાયેલા નથી.

હાલ પોલીસ દ્વારા સુદામડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ ફાયરીંગની ઘટનામાં કેહાભાઈ ગભુભાઈ ભરવાડ, જયપાલભાઈ ડોડીયા, સામતભાઈ ઘુઘાભાઈ ભરવાડ, સુરેશભાઈ કરશનભાઈ રબારી, દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા અને ડી ગેંગના આશરે 10થી 15 અજાણ્યા સાગરિતો સામે ગુનો નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement