રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થોરાળા પોલીસે જુગાર અને દારૂના દરોડા પાડી ચાર મહિલા સહિત આઠને દબોચ્યા

04:10 PM Aug 14, 2024 IST | admin
Advertisement

છ મહિના પહેલાં હોસ્5િટલ ચોક પાસેથી ચોરાયેલા બાઇકનો ગુનો પણ ડિટેકટ કર્યો

Advertisement

રાજકોટ શહેરના થોરાળા પોલીસના સ્ટાફે બાત્તમીને આધારે બે જુગારના દરોડા, એક શખ્સને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પેટ્રોલીંગ સમયે એક વાહન ચોરને પણ દબોચી લીધો હતો. થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એચ.ટી. જીંજાળા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજુભાઇ મેર, હસમુખભાઇ નિનામા, જયરાજસિંહ કોટીલા, કિરણભાઇ પરમાર, સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે કુબલીયાપરામાં જુગાર રમતા ભનુ સભાડ, મનીષ સોલંકી અને રાહુલ ચુડાસમાને 14360ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમજ બીજા દરોડામાં કુબલીયાપરામાં મનીષા સોલંકી, તેજલ ઝાલા, સુનિતા સોલંકી અને મનીષા રાઠોડને રૂ.25350ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જયારે ભાવનગર રોડ વિજયનગરના ગેઇટ પાસેથી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા જગદીશસિંહ ગોહીલ (રહે.સાંગાણીનગર વૃધ્ધાશ્રમ, રતનપર) ને પકડી દારૂના 164 ચપલા રૂા.37600ના કબજે લઇ દારૂ અંગે પુછપરછ કરવામાં આવી રહી છે.

તેમજ ચુનારાવાડા શાક માર્કેટ પાસેથી પેટ્રોલીંગ સમયે આંબેડકરનગરનો પ્રીન્સ ઉર્ફે ભોલો અશોકભાઇ પરમાર ચોરાઉ બાઇક સાથે ઝડપાયો હતો. તેમણે આ બાઇક છ મહીના પહેલા હોસ્પીટલ ચોક એસબીઆઇ બેંક પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. થોરાળા પોલીસે દારૂ જુગારની સાથે ચોરાઉ બાઇકનું ડીટેકશન કરી સારી કામગીરી કરી હતી.

Tags :
alcoholcrimegujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement