જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યું
અન્ય બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસથી પગલું ભર્યાની ફરિયાદ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની કાયમી મહિલા કર્મચારીએ ગઈકાલે સરકારી જી.જી. હોસ્પિટલમાં પોતાની ફરજ દરમિયાન ઝેરી પ્રવાહી પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, અને હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ હતી.
મોડેથી તેણી ભાનમાં આવતાં પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જી.જી હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જીજી હોસ્પિટલમાં જ ફરજ બજાવતી બે હંગામી મહિલા કર્મચારીઓ, કે જેના છેલ્લા એકાદ મહિનાના ત્રાસ થી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.