રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોળના જાયવા ગામે ખેડૂતનું વિજ આંચકાથી મોત

01:01 PM Sep 16, 2024 IST | admin
Advertisement

રીપરીંગ માટે થાંભળે ચડ્યા બાદ ઘટના બની

Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં વીજફોલ્ટ દૂર કરવા માટે વિજપોલ પર ચડેલા ખેડૂતને વીજ શોક લાગ્યો હતો, અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ નજીક જાયવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેજાભાઈ ઓઘડભાઈ નામના 65 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીમાં વીજ પ્રોબ્લેમ થયો હોવાથી વિજ થાંભલા ચડ્યા હતા. જે દરમિયાન તેઓને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઇ પડ્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની અંગે મૃતકના પુત્ર નિલેશભાઈ તેજાભાઈ એ ધ્રોળ પોલીસને જાણ કરતા ધ્રોળનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વૃદ્ધના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે. જેમાં પીજીવીસીએલની ટીમ પણ મદદમાં જોડાઈ છે.

Tags :
deathDhrolgujaratgujarat newsjamanagr
Advertisement
Next Article
Advertisement