હળવદના ટીકરમાં કૂવો ખોદતી વેળાએ ઝેરી ગેસ નીકળતા અગરિયાનું મોત
ગેસગળતરથી મજૂરોને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી, બે અગરિયા સારવારમાં
હળવદ તાલુકાના ટીકરના રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
અગરિયાઓની મીઠાની મોસમ શરૂૂઆત થતા અગરિયાઓ પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શરૂૂઆત કરી રહ્યા છે . અહી રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવાઓ ખોદી એ પાણી અગરમાં વાપરે છે અહી રણમાં આવા સેંકડો કૂવાઓ છે .આઉપરાંત ખારા પાણીને મેળવવા માટે બોર પણ બનાવે છે. એ કૂવાનીઆસપાસ જ હોય છે જયારે ચોમાસુ આવેએ વખતે બોરને ભીની માટીથી કામચલાઉ બંધ કરી દે છે. આવા રણ વિસ્તારમા આશરે 500 જેટલા કૂવા બોર છે. જયારે આવા બોર કે કૂવા ખોદવામાં આવે ત્યારે એમાંથી મોટા જથ્થામાં ગેસ નીકળી પડે છેે.એ વખતે અગરિયાઓને ગૂંગણામણનો સામનો કરવાની નોબત આવે છે.
હાલ અગરિયાઓમાં કૂવા ગાળવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુરૂૂવારે તાલુકાના ટિકર(રણ) ગામે અગરિયા પરિવારો ત્યાંરે કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. 30) રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. 25) રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (ઉ.વ. 25)ને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે .
જ્યારે ટીના ભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રણ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટનાથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે અગરિયાઓ સારવાર હેઠળ છે.