ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયો
ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધા અને ધતિંગો ચાલતા હોવાના કિસ્સાઓ બને છે. આવું ધતિંગ ચોટીલાનાં કાબરણ ગામે ચાલતું જેમા અંગત અદાવતમાં ખાર રાખી એક મહિલાએ ધુણીને મેલું કર્યાનું જાહેર કરી એક પરિવારને મુશ્કેલીમા મુકી દિધો હતો જેનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને કર્યો હતો મળતી માહિતી મુજબ કાબરણ ગામે રહેતા હમીરભાઇ નાથાભાઈ ચાવડાએ જાથા સમક્ષ તેઓની આપવિતી વર્ણવેલ હતી જેમા તેમના ગામના સામત દેવશી પરમારે ષડયંત્ર કરી તેઓનું જીવવું ભારે કરી દિધું હતુ જેમા તેના પત્ની હેમબેન દ્વારા ધુણીને જાહેરમાં નામ જોગ આક્ષેપ કર્યો હતો કે હમીરભાઇ દ્વારા મેલી વિદ્યા, ભારે નજર, અને ડકણ, ડાકણા જેવું કરી નાખ્યું હોવાનું ગંભીર આળ મુકેલ જેથી જાહેરમાં જીવવું મુશ્કેલ કરી નાખેલ તેમજ લોકો તિરસ્કારની નજરે જોવે તેવો માહોલ ઉભો કરતા ચાવડા પરિવાર માટે મોટી મુશ્કેલી સર્જાતા તેઓ જાથા સુધી પહોચ્યા હતા અને સમગ્ર હકિકત વર્ણવી હતી.
વિજ્ઞાન જાથા ના જયંત પંડ્યા અને તેમની ટીમે આજે પોલીસને સાથે રાખી કાબરણ ગામે ત્રાટકી હતી અને ડાકણ, ડાકણા મેલી વિદ્યા નો આળ મુકનાર ત્રીપુટી એવા હેમબેન તેના પતિ સામત પરમાર અને અરૂૂણ પરમાર ને ઝડપી પુછતાછ કરતા ભાંગી પડેલ હતા અને તેઓની ભુલ કબુલી ધુણીને ખોટા આક્ષેપો કર્યાની કબુલાત કરી માફીનામુ લખી આપેલ હતું. જાથા દ્વારા સત્ય ઉજાગર કરી એક પરિવારને જીવવું હરામ કરી દેનારની ધતિંગ લીલાનો પર્દાફાશ કરી વિસ્તારમાં આવા ભૂત, ભુવા અને ભરાડીઓ સામે લોકોને જાગૃત થવા અને ખોટી અંધશ્રદ્ધા થી દૂર રહેવા માટે અપીલ કરી હતી.