For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘નો-પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

04:36 PM Dec 02, 2025 IST | Bhumika
‘નો પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું  પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

શહેરનાં કાલાવાડ રોડ પર કેકેવી સર્કલ નજીક નો પાર્કીંગમા પાર્ક કરેલી કારમા ટ્રાફીક પોલીસે લોક મારી દીધા બાદ તેનાં ચાલકે પથ્થર વડે લોક તોડવાની કોશિષ કરી અને બાદમા ટ્રાફીક પોલીસ સાથે જાહેરમા બોલાચાલી કરી હતી અને કાયદો હાથમા લીધો હતો . ત્યારબાદ માલવીયા નગર પોલીસે આ શખ્સને ઝડપી ગુનો નોંધી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. અને આ દરમ્યાન આ કારનાં ચાલકે માફી માગી કહયુ હતુ કે આ રીતે કોઇ પણ વ્યકિતએ ટ્રાફીક નીયમનો ભંગ કરવો જોઇએ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફીક પોલીસની કડક કાર્યવાહી કરવામા આવતા અનેક જગ્યાઓ પર વાહન ચાલક અને પોલીસ વચ્ચે નજીવી બાબતે તકરાર થતી રહે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement