શહેર કોંગ્રેસ પ્રમુખ બનવા એક ડઝન મુરતિયા તૈયાર, ટૂંક સમયમાં થશે નિમણૂક
આદરણીય રાહુલ ગાંધીની સૂચનાનુસાર સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા શરૂૂ કરાયેલા સંગઠન નવસર્જઅભિયાનના કાર્યકમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમ સંગઠનના નવા માળખા સાથે પુન: માટે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તારીખ 25 26 અને 27 ત્રણ દિવસ સુધી રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદારો, કોંગ્રેસના ફ્રન્ટલ સેલના ચેરમેનો, કોંગ્રેસના તમામ આગેવાનો, સિનિયર કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓના અભિપ્રાયો, મંતવ્ય વન ટુ વન રજૂ કરવાની તક મળી હતી અને એઆઇસીસીના સેક્રેટરી રાજકોટ શહેર કોંગ્રેસ નિરીક્ષક તરીકે પધારેલા ડો. રીવેલા પ્રસાદ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો પૂર્વ ધારાસભ્યો ઋત્વિકભાઈ મકવાણા, ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ જામનગર શહેરના એડવોકેટ એમ કેગોજ સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલ દ્વારા તમામ કાર્યકરો આગેવાનોને પૂરતો સમય આપી સાંભળવામાં આવેલ હતા. દરેકના અભિપ્રયો અને મંતવ્યો નોંધ કરી એઆઇસીસી માં રજૂ કરાયા બાદ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં ટૂંક સમયમાં શહેર જિલ્લામાં નવ નિયુક્ત પ્રમુખ થઈ જશે.
શહેરમાં એકાદ ડઝન જેટલા ઉમેદવારોએ પોતાના બાયોડેટા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દાવેદારી કરી છે.ત્યારે નિરીક્ષકોના મંતવ્ય મુજબ લોકોના પ્રશ્નોને વાચા આપી શકે તેવા, શિક્ષિત હોય, કોંગ્રેસના કાર્યકર્મોમાં સક્રિય યોગદાન રહ્યું હોય તેવા દાવેદારોને અગ્રતા આપવામાં આવશે. શહેર કોંગ્રેસમાં ત્રણ દિવસ સુધી નિરીક્ષકો દ્વારા જાગનાથ 41 ખાતે શેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ એ જહેવત ઉઠાવી હતી.