For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં દર્દીને લોહી ચડાવવામાં ભૂલ કરનાર ડોક્ટરને 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા

06:37 PM Feb 09, 2024 IST | Bhumika
સિવિલમાં દર્દીને લોહી ચડાવવામાં ભૂલ કરનાર ડોક્ટરને 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા

તપાસ કર્મીએ રિપોર્ટ રજૂ કરતા સિવિલ અધિક્ષકની કાર્યવાહી

Advertisement

રાજકોટ સિવિલમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે દાખલ 62 વર્ષના દર્દીને ઘ પોઝિટિવને બદલે ઇ પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરે સારવાર દરમિયાન બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવતાં જ ડોક્ટર ચિરાગ વાઘેલાને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તા. 19 જાન્યુઆરીના રોજ દિનેશભાઈ રમણિકભાઈ ગોંધિયા (ઉં.વ.62) બાઈક સ્લિપ થતાં ઈજાગ્રસ્ત થયા હતા અને સાથળના ભાગે ફ્રેકચર પણ આવ્યું હતું. જેથી તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલના ત્રીજા માળે ટ્રોમા સેન્ટરમાં ડોક્ટર તેમનું ઓપરેશન કરી રહ્યા હતા અને ઓપરેશન બાદ દર્દીને 0 પોઝિટિવ લોહી ચડાવવાની જરૂૂરિયાત જણાતાં લોહીની બે બોટલ પરિવારજનો પાસે મગાવી હતી. પરિવારજનોએ તરત જ બે લોહીની બોટલ લઈને ડોક્ટરને આપી હતી. આ જ સમયે ટ્રોમા સેન્ટરમાં અન્ય કોઈ દર્દીની પણ સારવાર ચાલી રહી હતી. ડોક્ટરે એકસાથે બે દર્દીને ઓપરેટ કરવામાં ભૂલથી અન્ય દર્દીનું ઇ પોઝિટિવ લોહી દિનેશભાઈને ચડાવી દીધું, જેના કારણે તેમની હાલત એકાએક કથળી ગઈ હતી અને તરત જ વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડ્યા હતા.

Advertisement

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા તરત જ આ ઘટનામાં ભૂલ કોની છે એની તપાસ માટે કમિટીની રચના કરી હતી અને આજે 20 દિવસ બાદ કમિટીએ ઘટનાનો રિપોર્ટ રજૂ કરતાં ડોક્ટરની લોહી ચડાવવામાં બેદરકારી સામે આવી હતી. આ રિપોર્ટ બાદ ટ્રોમા સેન્ટરના ઓર્થોપેડિક વિભાગના રેસિડન્સ ડોક્ટર ચિરાગ વાઘેલાને 7 દિવસ માટે કપાત પગારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ફરજમાં બેદરકારી સબબ ડોક્ટર સામે આકરી કાર્યવાહી કરવા ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવશે, આથી ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ ડોક્ટર સામે વધારાનાં કડક પગલાં ભરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement