મોરબી નજીકથી પોલીસની ભાગીદારીથી ચાલતુ ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં લાંબા સમયથી ડીઝલ ચોરીનું જબરું કારસ્તાન ચાલતું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી આ ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડી પોલીસની ઉંઘ હરામ થઈ જાય તેવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ કૌભાંડ પોલીસની ભાગીદારીમાં ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લાંબા સમયથી મોરબી નજીક વિરપરડા ગામના પાટિયા પાસે ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડને ઝડપી લીધું છે, પોલીસની ભાગીદારીમાં ચાલતા આ ગોરખધંધા ઉપર એસએમસી ત્રાટકી હતી અને ગેરકાદેસર ડીઝલના જથ્થા અને બે ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ હોટેલ કોની માલિકી ની છે તેમજ અન્ય કોની કોની સંડોવણી છે અને આ ડીઝલ ક્યા ક્યા વહેંચવામાં આવતું હતું તેવા અનેક સવાલો ના જવાબ મેળવવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરી ને ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.