ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અનામત વિરોધી કોગ્રેંસ સામે ધરણાં કાર્યક્રમ યોજાયો
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે કે અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદનને સોશીયલ મીડીયા અને મીડીયામાં વ્યાપક પ્રચાર કરીને પ્રજાના દરેક વ્યકિત સુધી પહોંચાડી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો વિભાજનકારી એજન્ડા અને લોકો સામે આવી શકે. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતી મોરચો તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીઓ અને પ્રભાવશાળી નેતાઓ દ્વારા સોશિયલ મીડીયા તેમજ મીડીયાના માઘ્યમથી વ્યાપક પ્રચાર હાથ ઘરવા કાર્યક્રમ અંતર્ગત ધરણાનો કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રતાભાઈ પરમારની આગેવાનીમાં જયુબેલી બાગ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી રેલી યોજી ત્રિકોણબાગ ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે તા. 27 સપ્ટેમ્બર 1951 ના દિવસે નહેરૂૂ સરકારમાંથી કાયદામંત્રી તરીકે રાજીનામું આપેલ હતું, આ બાબત આજનો સમાજ કોંગ્રેસને ઓળખે તે માટે કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરેલ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો એસસી એસટી અને ઓબીસી અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઈરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે. આ તકે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ બંધારણ બચાવવાનો ઢોગ કરે છે, એમની વિચારસરણી અનામત વિરોધી છે. આ તકે રેલી તથા ઘરણાં ના કાર્યક્રમમાં પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, પ્રકાશભાઈ સોની, મુકેશભાઈ દોશી, પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રાજુભાઈ અઘેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિન મોલીયા, જયમીન ઠાકર, મનીષ રાડીયા, મહેશ રાઠોડ, રતાભાઈ પરમાર સહિત અનુસુચિત જાતિ મોરચા તેમજ અનુસુચિત જનજાતી મોરચાના કાર્યકર્તાઓ તેમજ પછાત જાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.