રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ પાર્ક નજીક રોડ ક્રોસ કરતા સાઈકલ સવારને કારચાલકે અડફેટે લીધો

12:11 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

જામનગર માં રાજપાર્ક નજીક એક કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા સાયકલ સવારને ઠોકરે ચડાવી ઈજાગ્રસ્ત બનાવ્યો હતો, અને કાર ચાલક ભાગી છૂટ્યો હતો, જેને પોલીસ શોધી રહી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગઈકાલે મોડી સાંજે રાજપાર્ક પાસે હનુમાનજીના મંદિર નજીક એક સાઇકલ સવાર રસ્તો ઓળંગી રહ્યો હતો,જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સાયકલ સવારને હડફેટે લઈ લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને માર્ગ પર બેશુદ્ધ બન્યો હતો.

Advertisement

આ બનાવ પછી 108 નંબરની એમ્બ્યુલન્સની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. પોલીસ દ્વારા કારચાલક ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement