સિવિલમાં એકસ-રે વિભાગમાં દિવાલમાંથી પોપડું પડ્યું
04:11 PM Nov 08, 2025 IST | admin
શહેરની સિવિલ હોસ્પિટલમાં જર્જરિત વિભાગોમાંથી અવાર નવાર પોપડા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક બનાવમાં એક્સ-રે વિભાગની લોબીમાં દિવાલમાંથી પોપડું પડતાં દર્દીઓમાં દોડધામ મચી જવા પામી હતી. બપોરના સમયે એક્સ-રે વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો હોય છે. તેજ સમયે દિવાલમાંથી પોપડું પડ્યું હતું. જો કે, સદ્નસીબે તે સમયે નીચે કોઇ બેઠું ન હોય જાનહાનિ થવા પામી ન હતી. આ બિલ્ડિંગ જૂની હોવાથી જર્જરિત હાલત થઇ ગઇ છે. આમ છતાં તંત્ર દ્વારા રીનોવેશન અંગે ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement
Advertisement
