ઈવા પાર્કમાં મહિલાને અડફેટે લેનાર બોલેરોચાલક સામે નોંધાયો ગુનો
રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તાર માં બે દિવસ પહેલા બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક મહિલાને કાર ચાલકે ઠોકર મારી ફંગોળી નાખી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ધરપકડ કરી છે.
આરોપી ભરત શંકરભાઈ દામા, જે ઈવા પાર્કમાં જ રહે છે, તે પોલીસ લખેલી બોલેરો કાર (જીજે ટેન ટી વાય 1394) ચલાવતો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા નેહલબેન વિરેન્દ્રભાઈ મકવાણા અટલ બિહારી વાજપાઇ આવાસ સી વિંગમાં રહે છે. આં ઘટનામા પોલીસ ખૂદ ફરિયાદી બની લોક રક્ષક તરીકે સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા યુવરાજસિંહ ઉદૂભા જાડેજાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 185 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટનાએ લોકોમાં રોષની ભાવના ફેલાવી છે. પોલીસ લખેલી ખાનગી કાર ચલાવતો વ્યક્તિ જો આવું કૃત્ય કરી શકે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.