For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેર માર્કેટમાં મોટી રકમ હારી જતા 53 રોકાણકારોના રૂ.1.77 કરોડ ડુબાડી ફરાર દંપતી દોઢ વર્ષે પકડાયું

04:25 PM Aug 05, 2024 IST | admin
શેર માર્કેટમાં મોટી રકમ હારી જતા 53 રોકાણકારોના રૂ 1 77 કરોડ ડુબાડી ફરાર દંપતી દોઢ વર્ષે પકડાયું

દંપતીને ઝડપી લેવા પી.એસ.આઈ એન.વી.હરિયાણી અને ટીમે કર્ણાટકના હુબલીમાં ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું

Advertisement

શેર બજારમાં 22 ટકાના ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના 53 રોકાણકારો સાથે રૃા. 1.77 કરોડની છેતરપિંડી કરી છેલ્લા દોઢ વર્ષથી ફરાર દંપતીને રાજકોટ પોલીસે કર્નાટકના હુબલીથી પકડી પાડી આઠ દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. શેર માર્કેટમાં મોટી રકમ હારી જતા રોકાણકારોના રૂૂ.1.77 કરોડ લઇ દંપતી ભાગી ગયું હોવાનું ખુલ્યું છે.

રેલનગરમાં રહેતા અને જામનગર રોડ પર નાયબ નિયામક જમીન દફતર સરવે ભવનમાં કોન્ટ્રાક્ટમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતા રાહુલભાઇ સંજયભાઇ વાઘેલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવી હતી. જેમાં જણાવ્યું હતું કે રાહુલભાઇને તેના બનેવી મારફતે 150 ફૂટ રિંગ રોડ પર એંજલના નામે શેરબજારની ઓફિસમાં ધંધો કરતો મૂળ રાજસ્થાની આરોપી રાહુલ રણજિતભાઇ સોની અને તેની પત્ની અદિતિ સાથે પરિચય થયો હતો અને તેને રોકાણ પર માસિક 22 ટકા વળતર આપવાની વાત કરી હતી જેથી તેને પાંચ લાખનું રોકાણ કર્યું હતું

Advertisement

અને તેમાં તેને પાંચેક માસ વળતર પણ આપ્યું હતું.બાદમાં દંપતી ફરાર થઇ ગયું હતું. રાહુલ સહીત કુલ 53 લોકોના રૂૂ.1.77 કરોડની છેતરપિંડી થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તા.27-5-23ના રોજ ગુનો નોંધી આરોપી દંપતીને પકડી લેવા તપાસ કરતા બન્ને રાજકોટ મૂકી ભાગી ગયા હતા. દરમિયાન આરોપી રાહુલ અને તેની પત્ની અદિતિ કર્ણાટકના હુબલીમાં એક હોટેલમાં છુપાયા હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામના પીએસઆઇ એન.વી.હરિયાણી સહિતની ટીમ કર્ણાટક ગઈ હતી અને હુબલીથી રાજકોટના પામ સિટી ડી-201, રૈયા રોડ ઉપર અગાઉ રહેતા મૂળ અમદાવાદના પકડાયેલ રાહુલ રણજીત સોની (ઉ.વ.29) અને તેની પત્ની અદિતી (ઉ.વ.24)ને ઝડપી લઇ રાજકોટ લાવી આઠ દિવસના રિમાન્ડ ઉપર બન્નેની પુછપરછ શરુ કરતા બન્ને અલગ-અલગ હોટેલમાં રહેતા હોવાનું જણાવતા પોલીસે શાતિર દિમાગ ચલાવતા આરોપી દંપતી પાસેથી રાકેડ કબજે કરવા કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ પોલીસે જણાવ્યું કે આરોપી દંપતીની 150 ફૂટ રિંગ રોડ પર એન્જલ-1 શેર માર્કેટ નામની ઓફિસ હતી. આરોપી દંપતી શેર માર્કેટમાં 22 ટકા રિફંડની લાલચ આપતુ હતું. જેને કારણે રોકાણકારો તેમની જાળમાં ફસાઇ ગયા હતા. આરોપી રાહુલ હાલ હુબલીમાં એક હોટલમાં કામ કરતો હતો. શેર માર્કેટમાં મોટી રકમ હારી જતા રાજકોટમાં ઓફીસ બંધ કરી બન્ને ભાગી ગયા હોવાનું રટણ કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement