ભાવનગરમાં બિલ્ડિંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રીનું મોત
12:06 PM Dec 05, 2025 IST | Bhumika
ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક વિસ્તારમાં ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઈડ ના સાતમાં માળેથી નીચે પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક, પેટ્રોલપંપ પાસે ચાલતી ક્ધસ્ટ્રકશન સાઈડ ના સાતમા માળે મિસ્ત્રી કામ કરતા સુનીલ શર્મા નામના બિહારના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અકસ્માતે નીચે પડી જતા બનાવ સ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(તસવીર: વિપુલ હિરાણી)
Advertisement
Advertisement