શેરબજારમાં લાખોની રકમ હારી જતા કન્ટ્રકશનનો ધંધાર્થી રહસ્યમય રીતે ગુમ
રૈયા રોડ પર તપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફિસ ધરાવતા બિલ્ડર મહેશ કામરિયાએ પુત્ર ગુમ થયાની પોલીસને જાણ કરી
આજનું યુવાધન શેરબજાર, ક્રિકેટ સટ્ટો, ઓનલાઈન કસીનો સહિતના જુગારોમાં રૂૂપીયા હારી ગયાં બાદ યુવાનો પરિવારને છોડી જતાં રહેવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર રહેતાં અને રૈયારોડ પર ઓફીસ ધરાવતાં 28 વર્ષીય ક્ધટ્રકસનના ધંધાર્થી શેરબજારમાં અંદાજીત રૂૂ.60 લાખ હારી જતાં પોતાની ઓફિસેથી ભેદી રીતે ગુમ થઈ જતાં પરિવારજનો પોલીસ પાસે દોડી જતાં યુનિવર્સિટી પોલીસે ગુમ નોંધ નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ, વિમલનગર મેઈન રોડ પર લોટ્સ એવન્યુમાં રહેતાં મહેશભાઈ ગોવર્ધનભાઈ કામરીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમનો 28 વર્ષીય પુત્ર યશ ગુમ થયાની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ તેમના પુત્ર યશ સાથે ક્ધટ્રકસનનો વ્યવસાય કરે છે. પિતા-પુત્ર બંને રૈયારોડ પર આલાપ ગ્રીન રેસીડેન્સી સામે આવેલ તપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફીસ ધરાવી ક્ધટ્રકસનને લાગતું કામકાજ કરે છે. ગઈ તા.27 ની સાંજે તેમનો પુત્ર યશ ઘરેથી ઓફીસ જવાનું કહીં કાર લઈ સાંજના ચાર વાગ્યે નીકળ્યો હતો. બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ તેઓએ એક કામ અર્થે તેના પુત્રને ફોન કરતાં તેમને હું જોઈ લઉ છું તેમ કહીં ફોન કાપી નાખ્યો હતો. બાદમાં 7.30 વાગ્યાની આસપાસ ફોન કરતાં તેનો ફોન સ્વીચઓફ આવવા લાગ્યો હતો.
તેઓ તુરંત તેમની ઓફિસે દોડી જતાં ઓફિસને લોક મારેલ હતો. તેમજ યશની કાર ઓફિસના પાર્કિંગમાં જ હતી. જેથી આસપાસમાં તપાસ કરતાં યશ સાંજના પાંચ વાગ્યે ઓફીસ લોક કરી ક્યાંક જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તપાસ કરતાં તેનો કોઈ પતો ન લાગતાં પોલીસને જાણ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલાં યશે તેમને શેરબજારમાં 50 થી 60 લાખ રૂૂપિયા હારી ગયો હોવાની જાણ કરી હતી. બાદમાં તે સતત ચિંતિત રહેતો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.