For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરબા રમવા જવાની પિતાએ ના પાડતા કોલેજિયન યુવતીનો આપઘાત

05:53 PM Oct 04, 2024 IST | Bhumika
ગરબા રમવા જવાની પિતાએ ના પાડતા કોલેજિયન યુવતીનો આપઘાત
Advertisement

વડોદરા અભ્યાસ કરતી છાત્રા સુભાષનગરમાં નવરાત્રી કરવા ઘરે આવી’તી: ગળેફાંસો ખાઈ જીવ દઈ દીધો

માતાજીની આરાધનાના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. યુવાઓમાં ગરબે ઘુમવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં અભ્યાસ કરતી કોલેજીયન છાત્રા નવરાત્રી કરવા ઘરે આવી હતી પરંતુ તાવ આવતો હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા તેણીને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વિસ્તારમાં સુભાષનગર મેઈન રોડ પર કેશવ વિદ્યાલય પાસે રહેતી ભૂમિકા અશ્ર્વિનભાઈ વાળા (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા. 2 ના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ભૂમિકા ત્રણ બહેનમાં મોટી અને તેના પિતા ફેબ્રીકેશનનું કારખાનું ચલાવે છે. તેણી વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતી હતી. નવરાત્રી કરવા માટે રાજકોટ ઘરે આવી હતી. પરંતુ તેણીને તાવ આવતો હોવાથી તેના પિતા અશ્ર્વિનભાઈએ ગરબા રમવા જવાની ના પાડતા અને તાવ ઉતરી જાય પછી ગરબા રમવા જવાનું કહ્યું હતું. જેથી માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement