રાજકોટની SNK સ્કૂલમાં વોલીબોલ રમતી વેળાએ હાર્ટ એટેક આવતા ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત
મિત્રો અને સ્કૂલ સ્ટાફે હોસ્પિટલે ખસેડયો પરંતુ જીવ ન બચ્યો, એકના એક પુત્રના મોતથી કારખાનેદારના પરિવારમાં શોક
રાજયમા કોરોના બાદ તરુણ અને યુવાનોમા હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે. ત્યારબાદ સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને સરકારી કર્મચારીઓને લોકોનાં જીવ બચાવવા સીપીઆર ટ્રેનીંગની તાલીમ આપવામા આવી હતી . આમ છતા પણ અમુક ઘટનાઓમા હાર્ટ એટેક બાદ મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમા યુનીવર્સીટી રોડ પર આવેલી એસએનકે સ્કુલમા મિત્રો સાથે વોલીબોલ રમી રહેલા ધો. 1ર નાં વિધાર્થીને હાર્ટ એટેક આવતા તે ઢળી પડયો હતો અને આ સમયે તેમનાં મિત્રો અને સ્કુલનાં સ્ટાફે આ યુવાનને સારવાર માટે હોસ્પીટલે ખસેડયો હતો . પરંતુ તેમનો જીવ બચી શકયો ન હતો. એકનાં એક પુત્રનાં મૃત્યુથી પટેલ પરીવારમા શોક છવાઇ ગયો હતો.
વધુ વિગતો મુજબ શહેરનાં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા સેલેનીયમ હેરીટેઝ નામનાં બીલ્ડીંગમા રહેતા અને યુનીવર્સીટી રોડ પર આકાશવાણી ચોક નજીક એસએનકે સ્કુલનાં ધો. 1ર મા અભ્યાસ કરતા આદીત્ય આકાશભાઇ વાછાણી (ઉ.વ. 18 ) નામનો યુવાન ગઇકાલે રવીવારનાં દીવસે તેમનાં સ્કુલનાં મીત્રો સાથે સ્કુલમા જ વોલીબોલ રમતો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ત્યા જ ઢળી પડયો હતો . આ સમયે તેમનાં મીત્રો અને સ્કુલનાં સ્ટાફે આદીત્યને હોસ્પીટલમા ખસેડયો હતો . જો કે તેમનો જીવ બચી શકયો ન હતો અને તબીબોએ આદીત્યને મૃત જાહેર કર્યો હતો.
આદીત્ય ધો. 1ર મા અભ્યાસ કરતો હતો અને તેમનાં પિતા આકાશભાઇને મેટોડામા ફેકટરી હોવાનુ તેમજ આદીત્ય એકનો એક સંતાન હોવાનુ જાણવા મળી રહયુ છે . એકનાં એક પુત્રનાં મૃત્યુથી વાછાણી પરીવાર આઘાતમા ગરકાવ થઇ ગયો છે. તેમનાં પરીવારજનો અને મીત્રોએ જણાવ્યુ હતુ કે આદીત્યને કોઇ વ્યસન હતુ નહી. આમ છતા તેમને હાર્ટ એટેક આવતા તેમનુ મૃત્યુ થયુ તે એક આઘાતજનક બાબત છે.