સાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોત
સાયલા ગામના ગોરડીયા હનુમાન વિસ્તાર પાસે રહેતા વલ્લભભાઈ ઉર્ફે મનોજભાઈ મોરીના પરિવારમાં ધો.8માં ભણતી તનુબેન, 10 વર્ષનો ધ્રુવ છે. ત્યારે આ વર્ષે જ ધો. 4 પાસ કરીને ધો. 5માં ધ્રુવ આવ્યો હતો. તા. 5-5એ 12:00 કલાકે ક્રિકેટ રમીને ગામના જ 3 મિત્ર સાથે બહાર ધ્રુવ સાયકલ લઇને સાયલાના તળાવ પાસેથી પસાર થતા હતા.
દરમિયાન અચાનક જ મિત્રોને ન્હાવા જવાનો વિચાર આવ્યો હતો. જ્યાં ઊંડા પાણીમાં આરામાં માટીના કારણે ધ્રુવ વલ્લભભાઈ મોરી ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતા જોઈને તેના 3 મિત્રોએ હાથ લંબાવી લાકડું આપી બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ ધ્રુવનું મૃત્યુ થયું હતુ. જ્યારે સાંજે તેના પિતા મનોજભાઈ ધ્રુવને શોધવા નીકળતા તેની સાઇકલ તળાવ પાસે આવેલા ખોડીયાર મંદિર પાસે દેખાઇ હતી.
ત્યારબાદ નીચે તળાવમાં 30થી વધુ લોકો નીચે ઉતરીને જોતા ધ્રુવે પહેરેલા કપડા ત્યાં બહાર કાઢીને તળાવમાં ન્હાવા પડેલો હોવાનું અનુમાન થતા 4થી 5 લોકો તળાવમાં ડૂબકી મારીને શોધખોળ કરી હતી. જેમાં ધ્રુવનો મૃતદેહ મળ્યો હતો. બનાવ સ્થળેથી સાથી મિત્રોએ કથામાં જમવા જતા રહ્યા ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રો ધ્રુવને બચાવવાનો પ્રયસ કર્યો હતો. પણ સફળ થયા ન હતા. ત્યારબાદ બનાવ સ્થળેથી ત્રણ મિત્રો કથામાં જમવા માટે ગયા હતા.
બીજી તરફ વલ્લભભાઈ ઉર્ફે મનોજભાઈ મોરી બપોરે ઘરે જમવા આવ્યા ત્યારે ધ્રુવ ઘરે ન હોવાનું ધ્યાને આવતા ગામમાં સોશિયલ મીડિયામાં બાળક ગુમ થયાનું ફરતું થયું હતું. આથી ધ્રુવ સાથે ગયેલા સવજીભાઇ ડાભીના પુત્રને ફોસલાવી સમજાવીને પૂછપરછ કરાતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આમ સોમવારે બપોરે બનેલી બનાવની બનાવની જાણ સાંજે 6.30 કલાકે ખબર પડી હતી.