ઘી ના નામે ચરબી-કલરવાળો રગડો ધાબડતા સીતારામ ડેરી-વોલ્ગા ઘી સામે ગુનો નોંધાશે
શીયાળાની ઋતુમાં અનેક આરોગ્યપ્રદ વાનગીઓ બનાવવા ઘીનો વપરાશ થાય છે. પરંતુ આ ઘીના નામે કલર- વેજીટેબલ ચરબી ધાબડતા બે વેપારીઓનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગર પાલિકાએ અગાઉ લીધેલ નમુના લેબોરેટરીમાં મોકલતા ગાય અને ભેંસના ઘીમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે.
આ અંગે જાણવ મળતી વિગતો પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા "સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ ડેરી ફાર્મ", બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-4/10, વાણિયા વાડી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ " ગાયનું શુદ્ધ ઘી (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ‘ગજ્ઞક્ષ-ઙયળિશિિંંયમ ઘશહ જજ્ઞહીબહય ઢયહહજ્ઞૂ ઈજ્ઞહજ્ઞીયિમ ઉુય‘ તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ" ની હાજરી મળી આવતા નમૂનો "અનસેફ ફૂડ" તથા "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુકેશન કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા "વોલ્ગા ઘી ડિપો", પરિશ્રમ કોમ્પ્લેક્ષ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ " ભેંસનું શુદ્ધ ધી (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં " ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ" ની હાજરી મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય કામગીરીમાં (01) પિન્ટુ કેળા વેફર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય બજરંગ કોલ્ડ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)નેચરલ પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04) શ્રધ્ધા મેડિકલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)હરભોલે કોલ્ડ્રિક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્યામ ખીરું-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)કૈલાશ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)હિરલ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શ્યામ ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જલિયાણ ટેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)પાબૂરાજ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ખોડલ ડેરી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શ્રીકૃષ્ણ નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ક્રિષ્ના મારવાડી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જય ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)ક્રિષ્ના કેન્ડી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)લાલાની કચ્છી દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)દેવનારાયણ ફરાળી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.