ભાવનગરનાં જેસરમાં વૃદ્ધની લાશ મળી આવવા મામલે ચાર મહિને હત્યાનો ગુનો નોંધાયો
ભાવનગર જિલ્લાના જેસર ગામે આજથી પાંચેક મહિના પહેલા વાડીમાં એક વૃદ્ધની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવમાં મૃતકની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ હાઈકોર્ટમાં કરતાં કોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવા આદેશ કર્યો છે. આ બનાવ અંગે જેસર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર જેસર ગામે કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા અને પિતૃક્ત માલિકીની જમીન ધરાવતા મનસુખ પ્રાગજી દેસાઈ-ઝાલાવાડીયા ઉ.વ.63 ની લાશ ગત તા.26-5-2024 ના રોજ તેની વાડીની ઓરડીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, એ સમયે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ હોય આ સંદર્ભે એ વખતે જેસર પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પરંતુ આ વૃદ્ધની હત્યા થઈ હોવાનો આક્ષેપ મૃતકના પુત્ર નિલેષે કર્યો હતો અને આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરતાં હાઈકોર્ટે જેસર પોલીસને ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરવા આદેશ કર્યો છે અને આ બનાવમાં ફરિયાદી નિલેષે હત્યાના શકમંદ તરીકે મગન પ્રાગજી દેસાઈ-ઝાલાવાડીયા, રવજી હીરા ડાભી, શાંન્તુ રવજી ડાભી તથા રાજુ રવજી ડાભીના નામ આપતા જેસર પોલીસે ચારેય શકદારોના નામ એફ આઈ આર મા નોંધી વધુ તપાસ હાથ ધરી છે.