ધ્રાંગધ્રાના કાર્યપાલક ઇજનેર કચેરીના કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
આવક કરતાં 65.33 ટકા અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી દ્વારા કાર્યવાહી
લાંચ લેતા ઝડપાયેલા ધાંગ્રધ્રાનાં કાર્યપાલ ઇજનેર કચેરીનાં રાજેશ હરકીશન દેવમુરારી અને તત્કાલીન સીનીયર કલાર્ક કે જે સૌરાષ્ટ્ર શાખાનાં નહેર વિભાગમા ફરજ બજાવતા હોય તેની સામેની તપાસમા અપ્રમાણસર મિલ્કત મળી આવતા એસીબીએ તેના વિરુધ્ધ આવક કરતા 6પ.33 ટકા વધુ અપ્રમાણસર મિલકતો અંગેનો ગુનો નોંધ્યો છે. લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ના સુધારા અધિનિયમ-2018 અંતર્ગત સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપતિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર /જંગમ મિલક્તોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ઘી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સજેક્શન એક્ટ-1988 (સુધારા તા. 31/10/2018) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેના અનુસંધાને સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ વર્ગ 3 નાં તત્કાલીન સિનીયર કલાર્ક રાજેશ હરકીશન દેવમુરારી સામે તપાસ કરવામા આવતા તા.01.04.2012 થી તા.31.08.2019 નાં સમયગાળા દરમ્યાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહીતી તથા તેમનાં નાણાકીય વ્યવહારોનું વિશ્ર્લેષણ એ.સી.બી.નાં નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યા બાદ આરોપીનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાનાં જાહેર સેવક તરીકેનાં હોદાનો દૂરુપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાનો ઉપયોગ કરી પોતાનાં નામે મિલકતોમાં રોકાણ કરેલાનું જાણવા મળ્યુ હતુ .
એસીબીએ રાજેશ દેવમુરારી વિરુધ્ધ રૂૂમ36,39,624 (અંકે છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર છસો ચોવીસ રૂૂપિયા પુરા)નું એટલે કે, 65.33% વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે, આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોય જે બાબતેનો ગુનો નોંધ્યો છે. આ અંગે રાજકોટ એસીબીનાં મદદનીશ નીયામક કે. એચ. ગોહીલ અને તેમની ટીમે તપાસ કરી જરુરી કાર્યવાહી કરી હતી.