For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યારાના મહિલા DYSP અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયો

01:05 PM Aug 21, 2025 IST | Bhumika
વ્યારાના મહિલા dysp અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયો

Advertisement

તાપી જિલ્લાના SC/ST સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ રાકેશ ગુર્જર સામે એસીબીએ દોઢ લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો છે. કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ કેસમાં ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલે એટ્રોસિટી અને દહેજના કેસમાં ધરપકડ નહી કરવા અને હેરાનગતિ નહી કરવા રૂૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી, જે બાદ ભાવતાલ કરીને રૂૂ.1.5 લાખ નક્કી થયા હતા. આ બાબતે એસીબીમાં નોંધાયેલ ફરિયાદ બાદ લાંચની ટ્રેપ ગોઠવી હતી, પરંતુ શંકા જતાં નિકિતા શિરોયાનો રાઇટર લાંચની રકમ સ્વીકાર્યા વિના ખાનગી કારમાં ફરાર થઈ ગયા હતા. ACBની વિવિધ ટીમોએ ફરાર આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.

ACBના સૂત્રો અનુસાર, ફરિયાદી એક એટ્રોસિટી અને દહેજના કેસમાં આરોપી હતો, જેની તપાસ તાપી જિલ્લાના SC/ST સેલના DySP નિકિતા શિરોયા હેઠળ ચાલી રહી હતી. આ કેસમાં ધરપકડ ટાળવા માટે નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ રાકેશ ગુર્જરે ફરિયાદી પાસેથી શરૂૂઆતમાં રૂૂ. 4 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ માંગણીનો વિરોધ કર્યો અને ACBનો સંપર્ક કર્યો. બાદમાં ભાવતાલ દ્વારા લાંચની રકમ રૂૂ. 1.5 લાખ નક્કી થઈ. ACBએ લાંચની રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરી અને ટ્રેપ ગોઠવી પરંતુ શિરોયાના રાઇટરને શંકા જતાં તે રકમ સ્વીકાર્યા વિના ભાગી ગયો.

Advertisement

ACBના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP)ની અગાઉથી ચકાસણી બાદ આ ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું. નિકિતા શિરોયા અને રાકેશ ગુર્જર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમ 7 અને 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ACBએ તાપી જિલ્લાના વ્યારા અને આસપાસના વિસ્તારોમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે. આ ઉપરાંત, આરોપીઓના ફોન રેકોર્ડ્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ પણ ચાલી રહી છે.

નિકિતા શિરોયા તાપી જિલ્લાના SC/ST સેલના DySP તરીકે ફરજ બજાવે છે. આ કેસે તેમની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે તેઓ એટ્રોસિટી કેસોની તપાસ માટે જવાબદાર હતા, જે સંવેદનશીલ અને ગંભીર સ્વરૂૂપના હોય છે. રાકેશ ગુર્જર: હેડ કોન્સ્ટેબલ તરીકે નિકિતા શિરોયા સાથે કામ કરતા હતા અને લાંચની માંગણીમાં સીધી રીતે સંડોવાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે

Advertisement
Tags :
Advertisement
Advertisement