ખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવતો હોવાની માહિતી જામનગરની એ.એચ.યૂ. ટી. ની ટીમને મળી હતી, જેથી ઉપરોક્ત પોલીસ ટુકડી ગઈકાલે સાંજે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી જય ગોપાલ માલધારી ટી.સ્ટોલમાં તપાસ અર્થે પહોંચી હતી, જયાં તપાસ કરતાં 14 વર્ષની વયનો એક બાળક તેમજ 13 વર્ષની વય નો એક બાળક, આમ બે બાળકો ચા ની હોટલમાં કામ કરતા મળી આવ્યા હતા, અને હોટલ સંચાલક દ્વારા બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી પોલીસ ટીમે બંને બાળકોને ત્યાંથી મુક્ત કરાવ્યા હતા, અને જામનગર જિલ્લા બાળ સુરક્ષા ગ્રહ માં કરી દીધા હતા. આ ઉપરાંત હોટલના સંચાલક સપડા ગામમાં રહેતા મુન્નાભાઈ લાખાભાઈ જોગસવા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ 3, 14(1) તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 79 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર એ.એચ.યૂ. ટી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.