વેરાવળ બંદરે સપ્ટેમ્બર મહિનામાં ઉતરેલા 8 કિલો ડ્રગ્સ પ્રકરણમાં 3 સામે નોંધાયો ગુનો
વેરાવળના બંદર પર ગત સપ્ટેમ્બર માસમાં પણ આઠ કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે લેન્ડ કરાયો હોવાનો બાદમાં દિલ્હી સુધી પહોંચી ગયો હોવાનો એ.ટી.એસ. ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેથી ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ મામલે ગુન્હો દાખલ કરી મુખ્ય આરોપી ઈશાના પરીવારના ત્રણ સભ્યોને આરોપી તરીકે ઝડપી વેરાવળ કોર્ટમાં રજુ કરતા કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરેલ છે. પોલીસે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડના પરિવાર ને ઝડપી મોટો ઝાટકો આપ્યો છે.પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગેરકાયદેસર હેરોઇનના જથ્થાને ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી દિલ્હીમાં ડીલીવરી કરવાના ગુનાહિત કાવતરાનો ગુજરાત એ.ટી.એસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશમાં બેઠા બેઠા ગુજરાતમાં પરિવારના સભ્યો દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડ ઈસાના પરિવારજનોને એ.ટી.એસ. એ ઉઠાવી લીધેલ છે. આ મામલે ગુજરાત એ.ટી.એસ. દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો અનુસાર ગુજરાત એ.ટી.એસ.ના ડી.વાય.એસ.પી. એસ.એલ.ચૌધરીને બાતમી હકિકત મળેલ કે, જોડીયા, જામનગરના ઇશા હુસૈન રાવ તથા તેની પત્નિ તાહિરા તથા તેનો દિકરો અરબાઝ હેરોઇનનો ધંધો કરે છે. ઇશા હુસૈન રાવ હાલમાં આફ્રિકન ક્ધટ્રીમાં છે.
ઇશા હુસૈન રાવે ગઇ સાલના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કેટલોક હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના મુર્તુઝા મારફતે દરીયામાં વેરાવળની બોટ મારફતે ઉતારી દિલ્હી સુધી પહોંચડેલ હતો જે બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ. ના પી.આઈ. બી.એમ.પટેલને ગુપ્ત રાહે આ અંગે તપાસ કરવા જણાવવામાં આવેલ. જે તપાસમાં જણાઇ આવેલ કે, ગત સપ્ટેમ્બર 2023 માં જામનગર જોડીયાના ઇશા હુસૈન રાવે તથા પાકિસ્તાની મુર્તુઝા તથા ઇશા રાવની પત્નિ તાહિરા તથા તેના દિકરા અરબાઝે તથા તેની દિકરી માસુમાએ તથા તેની દિકરી માસુમાના મંગેતર રિઝવાન નોડે દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી તેને દિલ્હીમાં ડીલીવરી કરવાનું ગુનાહિત કાવતરૂૂ રચેલ. જે અન્વયે પાકિસ્તાની નાગરિક મુર્તુઝાએ પોતાની બોટમાં આઠ કિલો હેરોઇનનનો જથ્થો લાવી ઓમાનના દરીયા નજીક ઇન્ટરનેશનલ વોટરમાં વેરાવળની ફીશીંગ બોટ હેમ મલ્લિકા 1 ના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડીલીવરી કરેલ અને ધર્મેન્દ્ર ગોડે તે જથ્થો તા.16/10/2023 ના રોજ સવારના આશરે સાડા છ-એક વાગે ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારેલ ત્યારબાદ આ હેરોઇનનો જથ્થો ઇશા હુસૈન રાવે તેના કોઇ સાગરિત મારફતે રાજસ્થાનમાં આબુ રોડથી બીયાવર જતાં આવતી બીજી ટનલ પાસે રોડની સાઇડે મુકાવેલ, જે હેરોઇનનો થેલો રીઝવાન નોડેએ લીધેલ. ત્યારબાદ ઇશા રાવની સુચના મુજબ બીજા દિવસે બપોરના બારેક વાગે આ હેરોઇનનો થેલો રિઝવાન તથા માસુમાએ આસિફ સમાની ઉભેલી ઇકો કારમાં મુકેલ અને આસિફ સમાએ આ આઠ કિલો હેરોઇનનો થેલો દિલ્હી તિકલનગરમાં કોઇ નાઇઝીરીયન અગર તો સાઉથ આફ્રિકાના માણસને ડીલીવરી કરેલ. જે હેરોઇનના વેચાણ પેટે મેળવેલ નાણાં કુલ રૂૂા.26.84 લાખ, આરોપી ઇશા રાવ દ્વારા પોતાના માણસો મારફતે આ ગુનાના આરોપીઓને મોકલાવેલ હોવાનું હાલ સુધીની તપાસમાં ખૂલવા પામેલ છે.આ અંગે તમામ આરોપીઓ વિરૂૂધ્ધ એ.ટી.એસ. ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 22(સી), 23 (સી), 29 હેઠળ ગુનો રજીસ્ટર કરી આ ગુન્હા સબબ તાહિરા ઇશા હુસૈન રાવ રહે. ગામ: જોડીયા, અરબાઝ ઇશા રાવ રહે. જોડીયા, રિઝવાન તૈયબ જાતે નોડે રહે. બેડેશ્વર, એકડએક વિસ્તાર, રબારી ગેટ સામે, જામનગર. આ ત્રણ આરોપીઓને ઝડપી લઈ વેરાવળ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે. જ્યારે આ ગુન્હા માં મુખ્ય આરોપી ઇશા હુસૈન રાવ રહે. ગામ: જોડીયા, જી. જામનગર, માસુમા ડો.ઓ. ઇશા હુસૈન રાવ રહે. ગામ: જોડીયા, જી. જામનગર, આસિફ ઊર્ફે કારા જુસબભાઇ સમા રહે. 40, હાઉસીંગ બોર્ડ, બેડેશ્વર, જામનગર, ધર્મેન્દ્ર બુધ્ધીલાલ ગોડ (કશ્યપ) રહે.મહમદપુર, નરવાલ, તા.ઘાટમપુર, જી. કાનપુર, યુ.પી., મુર્તુઝા જેનું પુરુ નામ-ઠામ જાણવા મળેલ નથી, જે પાકિસ્તાની નાગરિક છે. તેમજ નાઇજીરીયન અગર તો સાઉથ આફ્રિકન નાગરિક જેનું નામ સરનામું જાણવા મળેલ નથી, રહે. તિલકનગર વિસ્તાર, દિલ્હી.. આ તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.