થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટમાં 37 હજાર ફૂટ ઉંચાઇએ A.C. ફેઇલ, 140 મુસાફરોના જીવ અધ્ધર
અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફલાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થયાની ઘટનાને હજુ એક માસ જેવો ન સમય થયો છે. ત્યા થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટની 37 હજાર ફૂટની ઉચાઇએ એરક્ધડીશન સિસ્ટમ બંધ થઇ જતા વિમાનમાં સવાર 140 મુસાફરોને ગુંગણામણ થવા લાગી હતી અને ફલાઇટમાં ભારે ધમાલ મચી જતા અંતે વિમાન ફરી થાઇલેન્ડ લઇ જવામાં આવ્યું હતું વિમાનમાં એસી બંધ થઇ જતા ગુંગણામણથી એક મહિલા બેભાન થઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ ગત મંગળવારે રાત્રે એક વાગ્યાથી ફલાઇટ બેંગકોકથી અમદાવાદ આવી રહી હતી ત્યારે 37 હજાર ફૂટની ઉંચાઇએ આ ઘટના બની હતી. બેંગકોકમાં રાત્રે જ ઇમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સામે આવતા ફલાઇટ રદ કરાઇ હતી અને બુધવારે સવારે 8 વાગ્યે અન્ય વિમાનની વ્યવસ્થા કરાઇ હતી.
મળતી માહિતી મુજબ થાઇલાયન એરની બેંગકોકથી અમદાવાદ આવતી ફ્લાઇટ 37 હજાર ફૂટ ઉંચાઇએહતી ત્યારે જ એસી બંધ થઈ જતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા માંડ્યું હતું. ગરમીને લીધે ગુંગણામણથી પેસેન્જરોને શ્વાસ લેવામાં તકલીફ શરૂૂ થઈ ગઈ હતી અને કેટલાકને તો ગભરામણ થઈ ગઈ હતી. એક મહિલા તો બેભાન થઈ ગઈ હતી.
પાયલોટે તાત્કાલિક એટીસીનો સંપર્ક કરી ફ્લાઇટ બેંગકોક પાછી વાળી હતી. ગરમીને કારણે અકળાયેલા પેસેન્જરોએ ફ્લાઇટમાં જ હોબાળો મચાવ્યો હતો. ચેકિંગ પછી એરક્રાફ્ટ ફરી ઉડી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. કેટલાક પેસેન્જરે સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો. બેંગકોકમાં ટેકનિકલ ખામી બાદ બીજા વિમાનની વ્યવસ્થા કરવી પડી જેને કારણે 140 પેસન્જર અટવાયા હતા. ત્યારબાદ મંગળવારે રાત્રે 1 વાગ્યાની ફ્લાઇટના પેસેન્જર બુધવારે સવારે 8 વાગ્યે રવાના કરાયા હતા.