રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોત
સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ, પરિણીત યુવાનનુ મોત નિપજતા ભારે કરૂૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોતને ભેટેલા પરમાર પરિવારના ચાર સંતાનમા બે ભાઈ અને બે બહેનો પૈકી ત્રીજા નંબરના યુવકના મોટાભાઈનું પાંચેક વર્ષ પહેલા જ મોત થયું હતું. પત્નીને તેડવા અમદાવાદ જતાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.
અકસ્માતના કરૂૂણ બનાવની વિગત અનુસાર ટંકારાના સસ્તા અનાજની સરકાર માન્ય પિતાની શોપ ચલાવતો શુભવદન નંદલાલ પરમાર પોતાની પત્ની બે દિકરી મહેક (ઉ.વ.7) અને ક્રિષા (ઉ.વ.5) સાથે વેકેશન હોવાથી અમદાવાદ રહેતી બહેનના ઘરે ગઈ હોવાથી તેડવા માટે ટંકારાથી સોમવારે રાત્રે પોતાની કાર હંકારી નિકળ્યો હતો એ વખતે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા નજીક હાઈવે પર થંભેલા બંધ ટ્રક પાછળ અકસ્માતે કાર અથડાતા સ્થળ પર જ મોત નિપજયુ હતુ. અકસ્માતે મોત ને ભેટેલા યુવાન બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતો. પાંચેક વર્ષ પૂર્વે મોટાભાઈ નુ યુવાન વયે આકસ્મિક સંજોગોમા નિધન થયા બાદ પિતાનો આધારસ્તંભ હતો. અકસ્માતની ઘટના બાદ મૃતદેહ ટંકારા લવાતા ભારે કરૂૂણ દ્શ્યો સર્જાયા હતા.
અને કોણ કોને છાના રાખે એવી સ્થિતિ સર્જાઇ હતી. પિતા નંદલાલભાઈ પરમારે ટંકારા પોલીસ કવાર્ટર્સના પ્રાંગણમા બનતા નવનિર્મિત શિવમંદિરમાં શિવલિંગ પધરાવતા પૂર્વે શિવલિંગને શાસ્ત્રોક્ત વિધિથી શિવમહાપુરાણ સપ્તાહ યોજી પધરાવવા ઈચ્છા વ્યક્ત કરતા મૃતક શુભવદને પિતાની ઈચ્છાથી ગત માર્ચ મહિનામાં પોલીસ કેમ્પસમાં પિતાની ઈચ્છા પોલીસ પાસે વ્યક્ત કરી મંજૂરી લઈ ભવ્ય શિવકથાનુ આયોજન કરી પિતાના આજ્ઞાકારી પુત્ર તરીકે ફરજ અદા કરી પોતાની ધર્મ પ્રત્યેની રૂૂચિ અને લાગણી ઉજાગર કરી હતી.