For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં વેપારીએ બેંકમાં 500ના દરની 12 બનાવટી નોટ જમા કરાવી

11:53 AM Oct 10, 2024 IST | admin
ભાવનગરમાં વેપારીએ બેંકમાં 500ના દરની 12 બનાવટી નોટ જમા કરાવી

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Advertisement

ભાવનગર ના લોખંડ બજારમાં આવેલી કોટક બેંકમાં કરન્ટ એકાઉન્ટ ધરાવતા ધ બોમ્બે ફેશનના પ્રોપોરાઇટરે બેંકમાં રૂૂા.84,000 જમા કરાવવા માટે ગયા ત્યારે રૂૂા.500ના દરની 12 ડુપ્લિકેટ નોટો ઘુસાડવા પ્રયાસ કરતા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી ભાવનગર શહેરમાં કોટક બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા ઈમરાન સૈયદે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીતેશ જેરામદાસ લાલવાણીનું નામ જણાવ્યું છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી એમજી રોડ પર આવેલ ધ બોમ્બે ફેશનના પ્રોપોરાઈટર છે અને તે નામથી તેમણે કોટક બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવેલું છે.

Advertisement

તા.30 સપ્ટેમ્બરના રોજ આપી બેંકમાં તેમના એકાઉન્ટર્મા રૂૂા.84,000 જમા કરાવવા માટે આવ્યાં હતા. તેમણે રૂૂા.500ના દરની 142 નોટ, રૂૂા.200ના દરની 36 નોટ અને રૂૂા.100ના દરની 58 નોટ જમા કરાવી હતી. જે સમયે બેંકમાં નાણાં જમા કરાવ્યા તે સમયે બેંકમાં કેશીયર તરીકે સન્નીભાઈ હતા અને તેમણે આ તમામ નોટ એનએસએમ (નોટ શોર્ટીંગ મશીન)માં ચેક કરતા રૂૂા.500ના દરની 12 નોટ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું.

ડુપ્લિકેટ નોટમાં વોટરમાર્ક અલગ પ્રકારના હતા અને તેની થીકનેસમાં પણ સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો.કેશીયરે આ બાબતની જાણ બેંક મેનેજરને કરતા આ બનાવ અંગે બેંક અધિકારીએ પોલીસમાં દેશના અર્થતંત્રને નૂકશાન પહોંચડવાના ઇરાદે ડુપ્લિકેટ નોટ જમા કરાવનાર વેપારી સામે ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસે નીતેશ લાલવાણી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement