રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરતું બજેટ સમાજના તમામ વર્ગને ઊર્જા આપનાર: ભૂપત બોદર

05:05 PM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરએ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજુ કરનાર કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવેલ 2024-25ના બજેટને આવકારતા જણાવેલ કે છેલ્લા દશ વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો આર્થિક વિકાસ એક ઉત્તમ ઉદાહરણ બની ગયો છે.

ત્યારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલું કેન્દ્રીય બજેટ 2024-25 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્વનું સાબિત થશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ એ લોકસભા ચૂંટણીમાં આપેલા વચનોને નિભાવીને કરોડો દેશવાસીઓની આશા-અપેક્ષા અને સપનાઓની પરિપૂર્તિ કરનારું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશકિતના સામર્થ્યને ઉજાગર કરતી વિવિધ યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે.

તેમજ ખેતીમાં ઉત્પાદન વધારવા માટે રિસર્ચ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. કૃષિ અને તેના સહાયક ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી. દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ કરોડની લોન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે ઈન્ફ્રા માટે 2.66 લાખ કરોડની ફાળવણી. એમએસએમઇ ની મદદ માટે ફાઈનાન્સિયલ રેગ્યુલેટરીમાં બદલાવો કરવામાં આવશે. મૌસમથી ઓછું નુકશાન થાય તેવી ખેત પેદાશ ઉત્પાદન કરવા પર વધુ ધ્યાન આપવામાં આવેલ છે.

આમ વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરતું આ કેન્દ્રીય બજેટ સમાજના તમામ વર્ગને ઉર્જા આપનારુ છે ત્યારે દેશના ગામ, ગરીબો, ખેડૂતોને સમૃધ્ધિની રાહ પર અગ્રેસર કરતું બજેટ આપવા બદલ બજેટને આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવેલ હતું.

Tags :
Bhupat Bodarbudgetgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement