બસપોર્ટના વેઇટિંગ રૂમના શૌચાલયમાંથી દારૂની બોટલ મળી
રાજકોટનાં બસપોર્ટનાં વોલ્વો વેઇટીંગ રૂમનાં શૌચાલયમા દારૂની બોટલો અને દેશી દારૂની ખાલી કોથળીઓ મળી હોવાનો દાવો ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતી દ્વારા કરવામા આવતા શહેરભરમા અને એસટીના કર્મચારીઓમા ચકચાર મચી જવા પામ્યો છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, એસ.પી રાજાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતીભાઈ હિરપરા, મયુરભાઈ શાહ, જીગ્નેશ વાગડિયાની સંયુક્ત યાદી જણાવે છે કે મુસાફર હિતરક્ષક સમિતિને હેલ્પલાઇન નંબર પર નનામી ફોન આવેલ કે એસ.ટી બસ પોર્ટના વોલ્વો વેઇટિંગ રૂૂમના શૌચાલયમાં ચક્કર મારવું જે પગલે બપોરના 1-45 કલાકે શૌચાલયમાં તપાસ કરતા ખૂણામાં દારૂૂની બોટલ અને દેશી દારૂૂની બેગ હોવાને પગલે વોલ્વો વેઇટિંગ રૂૂમમાં જવાબદાર કર્મચારીને જ્યારે પૂછવામાં આવ્યું કે ડેપો મેનેજર ક્યાં છે ? ત્યારે કહ્યું આજે રવિવાર છે કોઈ છે નહીં ત્યારબાદ ઉપર એસ.ટીના અધિકારી એટીઆઈ કાજીભાઈ ને આ બાબતે વાકેફ કરતા તેઓએ કહ્યું કે અમારે કાંઈ લાગે વળગે નહીં અમારો ડેપો જુદો છે અને વોલ્વો ડેપો જુદો છે. આ પ્રકારનો ઉડાઉ જવાબથી ચોકી ઉઠેલા ગજેન્દ્રસિંહ ઝાલાએ એસ.ટી બસ પોર્ટની પોલીસ ચોકીએ જતાં પોલીસ ચોકી પર અલીગઢી તાળું હતું. જોકે આ પોલીસ ચોકી શોભાના ગાંઠિયા જેવી બની છે. પોકેટ મારની ઘટના બને કે કોઈ અઘટીત ઘટના બને ત્યારે પોલીસ ચોકી પર પોલીસ હોતી નથી .
પોલીસ ચોકીમા કોઈ ન હોવાને પગલે ગજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂૂમમાં જાણ કરી રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના ઓફિસર ને જાણ કરી રાજકોટ શહેરની પોલીસની ઙઈછ વાન મંગાવી વોલ્વો વેઇટિંગ રૂૂમના શૌચાલયમાં પોલીસ સાથે ઘસી જઇ પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ગગુભાઈ બકલ નંબર 2262 દ્વારા દારૂૂની ખાલી બોટલ અને દારૂૂની બેગ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી હતી. અને આ અંગે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ વોલ્વો રૂૂમમાં શૌચાલયમાં દારૂૂ ની બોટલ અને દેશી દારૂૂની બેગ અંગે તટસ્થ તપાસ કરવા માટે મુસાફરો એ નોંધવાની ફરિયાદ પોથીમાં ફરિયાદ નંબર 143550 થી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં પોલ ખોલ કાર્યક્રમ રાજકોટ એસ.ટી બસ પોર્ટ ખાતે સમિતિ દ્વારા કરવામાં આવશે જેની નોંધ લઇ અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલુ તંત્ર સફાળું જાગી જાય તેવી હજારો મુસાફરો વતી અપેક્ષા રાખીએ છીએ.
અમે CCTV ચેક કરાવ્યા અને તપાસના આદેશ આપ્યા છે
એસટીની ફરીયાદ પોથીમા ફરિયાદ કરવામા આવતા આ વાતને અગ્રીમતા આપી વોલ્વોના વેઇટીંગ રુમના સીસીટીવી કેમેરા મંગાવવામા આવ્યા છે અને તપાસ પણ સોપી દેવામા આવી છે અને ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કરવામા આવશે ઉપરાંત જે અમુક પ્રકારની ફરીયાદો કે રાવ કરાઇ છે તેમા તથ્ય જણાતુ નથી જે રાતની સમયની વાત છે તો રાત્રે 9 વાગ્યાથી વહેલી સવારે પ વાગ્યા સુધી વોલ્વો ડેપો બંધ હોય છે ઉપરાંત દિવસમા બે વાર સફાઇ થાય છે છતા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશુ.
-ડેપો મેનેજર, વોલ્વો ડેપો