જામકંડોરણાના બોરિયા ગામેથી કોહવાયેલ હાલતમાં લાશ મળી
11:55 AM Mar 11, 2025 IST
|
Bhumika
Advertisement
આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણાના બોરીયા ગામે રહેતા કનુભાઈ બાભણીયા તા 2/3/2025ના રોજ રાત્રી ના દસ વાગ્યાં ની આ આસપાસ કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયાની ફરીયાદ બોરીયા ગામના કાળુભાઈ બાભણીયા જામકંડોરણા પોલીસ સ્ટેશન જાણ કરી હતી. તા 9/3/25 ના રોજ કનુભાઈ બાભણીયા ની ડેડબોડી કુવામાં કોહવાયેલી હાલતમાં મળી આવેલી હતીઆ ડેડબોડી ફોરેસ્કિક રીપોર્ટ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામા આવી છે.
Advertisement
આ અંગેની વધુ માહિતી મુજબ બોરીયા ગામે થી જે પડતર કુવામાં થી કનુભાઈ બાભણીયા ની મૃતદેહ મળી આવ્યો છે તે કૂવામા પડતર હોવાથી કોઈ આડસ કે દિવાલ બનાવવા મા આવી હતી નહી કનુભાઈ બાભણીયા રાત્રી ના સમય અંધારા ભુલથી પડી ગયા હોય તેવું પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે. કનુભાઈ સાથે હકીકત શું બની હશે તે તો પોલીસ તપાસ બાદ જ સાચી માહિતી સામે આવી શકે.