For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેડૂતોને ઝટકો; જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી.ડી.એસ.કપાશે

05:30 PM Aug 30, 2025 IST | Bhumika
ખેડૂતોને ઝટકો  જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી ડી એસ કપાશે

ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ ઉપર ટીડીએસ કાપવાના નવા નિયમો જાહેર થયા છે. કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા કરાશે.

Advertisement

જે તે જમીન સંપાદન અધિકારી દ્વારા ટીડીએસની રકમ કાપવાની રહેશે. અરજદારને ટીડીએસનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી એ ઈન્કમટેક્સ રિટર્નમાં તે બતાવી શકે. જો કોઈપણ અરજદાર ટેક્સ ભરવામાંથી મુક્તિ કે દાટાડેલો ટેક્સ ભરવાની પ્રમાણપત્ર રજૂ કરે તો ત્તેના આધારે ટીડીએસ કાપવાનો રહેશે. આમ જમીન સંપાદની વળતરમાં નવા નિયમોથી એડૂતોને ઝટકો લાગે તો નવાઈ નહીં.

જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-18 હેઠળના રેફરન્સ હેઠળ નામ. કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વળતરની વ્યાજ સહિતની રકમ પર ટી.ડી.એસ.ની કપાત કરવાની થાય છે, પરંતુ આવી કપાત જમીન સંપાદન અધિકારી દ્વારા સીધી રીતે ન કરતાં વધારાના વળતરની વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ નામ. કોર્ટમાં જમા કરાવવાની રહેશે.

Advertisement

જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-28(એ) હેઠળના વળતરની વ્યાજ સહિતની રકમ પર જમીન સંપાદન અધિકારી દ્વારા ટી.ડી.એસ. કપાત કરવાની રહેશે. ઉકત ટી.ડી.એસ. કપાત બાબતે જમીન સંપાદન અધિકારી દ્વારા ખાતેદાર/અરજદારને ઈન્કમટેક્ષની રકમ કપાત પહેલાં ઈન્કમટેક્ષ ચુકવવાની તેઓની જવાબદારી અંગે જણાવવાનું રહેશે. વધુમાં જમીન સંપાદન અધિકારીએ પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ અને નિયમો હેઠળ કાપવાપાત્ર ટી.ડી.એસ.ની રકમ કાપીને બાકી રહેતી રકમનું ચૂકવણું ખાતેદાર/અરજદારને કરવાનું રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement