સિવિલ હોસ્પિટલમાં અંધાપા પ્રકરણના દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ મોકલાયા
શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડીયાર પરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં મોતીઓનું ઓપરેશન કરાવ્યા બાદ અંધાપો આવી જતા દર્દી આલમમાં ભારે દેકારો મચી ગયો છે.
બીજી બાજુ જે દર્દીએ અંધાપાની ફરિયાદ કરી છે તેમને આજે અમદાવાદની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને તેમને આંખે દેખાતું થઈ જશે તેઓ આશાવાદ હોસ્પિટલના સુપ્રીમ ટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરર સમક્ષ કર્યો હતો
બનાવની મળતી વિગતો મુજબ શહેરના ખોડીયાર પરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધને મોતીઓનું ઓપરેશન કરાવ્યા બાદ આખે દેખાતું બંધ થઈ જતા પરિવારજનોએ હોસ્પિટલે દોડી જઈને દેકારો કર્યો હતો.
બીજી બાજુ માણસુરભાઈના પરિવારજનોએ અન્ય ખાનગી હોસ્પિટલમાં આંખ બતાવતા ખાનગી તબીબોએ એવો રાગ વ્યક્ત કર્યો હતો કે સિવિલ હોસ્પિટલના કોઈપણ તબીબથી ખામી રહી ગઈ છે.
દરમિયાન દર્દીના પરિવારજનોને સાંત્વના આપતા હોસ્પિટલના સુપ્રિમટેન્ડેન્ટ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું હતું કે ઘણી વખત આવી રીતે મોતિયોના ઓપરેશનમાં કોમ્પ્લિકેશનની ફરિયાદ ઉઠતી હોય છે. આવી જ વાત માણસુરભાઈ સાથે સાબિત થઈ છે.
પરંતુ બીજા ઓપરેશન દ્વારા આંખને ફરી સારી કરી શકાય છે આવા આશાવાદ વચ્ચે આજે સિવિલ હોસ્પિટલ સૂત્રોએ માણસુરભાઈને સિવિલની ટીમ સાથે અમદાવાદની સારી હોસ્પિટલમાં સારવાર માટે રાજકોટથી અમદાવાદ રવાના કર્યા હતા .અને દર્દીને ફરી દેખાતું થઈ જશે એવું ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું.