ગોંડલ માર્કેટ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત
ગોંડલ મોવિયા રોડ ઉપર રહેતા રેહાન કચરા બાઈક નંબર G.J.O.3.F.E. 5743.લઈ વહેલી સવારે વેરીપીર દરગાહ ખાતે ઉર્ષમા હાજરી આપવા માટે વહેલી સવારે નિકળતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ ગોંડલ મોવિયા રોડ કે.જી.એન.નગરમા રહેતા અને પોતાના પિતા સાથે ટ્રક રીપેરીંગનુ કામ કરતા રેહાન જુશબભાઈ કચરા ઉ.વ. 19 વહેલી સવારે બાઈક લઈ વેરીપીર દરગાહ ખાતે ઉર્ષમા હાજરી આપવા માટે ધેરેથી નિકળી ચા પાણી પીવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે હોટલ પર ગયા હતા જ્યાં ચા પાણી પીધાં બાદ દરગાહ તરફ બાઈક હંકારતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ નાની છુટ્યો હતો અકસ્માતમાં ગંભીર હાલતમાં ધાયલ થયેલા રેહાન ને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા રસ્તામા જ મોત નિપજ્યુ હતું મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રેહાન બે ભાઇમાં નાનો હતો અને પિતા સાથે ટ્રકનાં ગેરેજમાં કામ કરતો હતો બનાવને લઈને ગોંડલ બી.ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂૂ કરી છે