For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગી

12:40 PM Sep 02, 2025 IST | Bhumika
ભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગી

વલભીપુરમાં અલ્ટો કાર ભડભડ સળગી

Advertisement

મોબાઇલની બેટરી માં બ્લાસ્ટ થવા ના બનાવો બનતા હોય છે પરંતુ ભાવનગર શહેરમાં બાઈકની ની બેટરી માં બ્લાસ્ટ થયાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવમાં ઘરવખરી સળગી ગઈ હતી.

ભાવનગરશહેરના ચિત્રા વિસ્તારમાં માધવાનંદ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ભાઈશંકરભાઈ મકવાણાએ પોતાના ઈલેક્ટ્રીક સ્કુટરની ફોલ્ડેબલ બેટરી સ્કુટરની બહાર કાઢી ચાર્જીંગમાં મુકી હતી. જે વેળાએ બેટરીમાં અચાનક બ્લાસ્ટ થતા અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું. આ બનાવથી ઘરડા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. બેટરીમાં બ્લાસ્ટ થતા ઘરમાં રાખવામાં આવેલ કરીયાણા નો સામાન સહિતની ઘરવકરી ખાક થઈ હતી. પરિવારના સભ્યોએ બેટરીમાં લાગેલી આગ બુજાવી નાખી હતી.

Advertisement

આ બનાવની સાથે સાથે એક અન્ય બનાવમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં સર્કિટ હાઉસ નજીક સવારના સુમારે એક અલ્ટો કાર શોર્ટ સર્કિટના કારણે ભડભડ સળગી ઉઠી હતી. જેની જાણ વલભીપુર ફાયર વિભાગને થતાં જવાનોએ ઘટના સ્થળે ધસી આવી પાણીનો છંટકાવ કરીન આગ પર કાબુ મેળવી લીધો હતો. કાર ચાલક દિલીપભાઈ જોશી પરિવાર સાથે બોટાદથી ભાવનગર ખાતેની જ્ઞાનમંજરી સ્કુલ ખાતે વાલી મીટીંગમાં જઇ રહ્યા હતા તે વેળાએ વલભીપુર ખાતે તેમની અલ્ટો કારમાં અચાનક શોક સર્કિટથી આગ ભભુકી ઉઠી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement