તબીબી શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પગારમાં કર્યો આટલો વધારો
રાજ્ય સરકારે તબીબી કર્માચારીઓ મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તબીબી કર્માચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. સરકારે તબીબી શિક્ષકોના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી આ શિક્ષકોના પગારમાં 30 થી 55 ટકા સુધીનો વધારો અમલમાં આવશે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને ગુણવત્તાયુક્ત મેડિકલ શિક્ષણના હેતુથી લેવાયેલા આ નિર્ણય હેઠળ કરાર આધારિત તબીબી પ્રાધ્યાપકોના માસિક વેતનમાં 30 થી 50 ટકા સુધીનો વધારો કરાયો છે. ઋષિકેશ પટેલ દ્વારા X પર પોસ્ટ કરી આ વિશે જાણકારી આપવામાં આવી છે.
હાલમાં સરકારે એક મોટો નિર્ણય કર્યો છે તે અંતર્ગત હવે રાજ્યમાં સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં નોંધપાત્ર વધારાનો કરવામાં આવ્યો છે. તબીબી શિક્ષકોમાં કરાર આધારિત વર્ગ-૧ અને વર્ગ-૨ના શિક્ષકોના પગારમાં વધારો થશે. જેમાં વર્ગ 1 ના પ્રોફેસરનો પગાર 1,84,000 થી વધારીને 2,50,000 કરવામાં આવ્યો છે. વર્ગ 1 ના સહ પ્રાધ્યાપકનો પગાર 1,67,500 થી વધારીને 2,20,000 કરવામાં આવ્યો છે. વર્ગ-1 ના મદદનીશ પ્રાધ્યાપકનો પગાર 89,400 થી વધારીને 1,38,000 કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ગ-2 ના ટ્યુટરનું વેતન 69,300થી વધારીને 1,05,000 કરવામાં આવ્યું છે.