For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વંડી ટપી રીંછ ભાગ્યું

11:18 AM May 15, 2025 IST | Bhumika
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વંડી ટપી રીંછ ભાગ્યું

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી ભાગી નીકળ્યું હતું. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જેથી સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

સ્થાનિકોએ રીંછને જોતાં તરત જ વન વિભાગને જાણ કરી રીંછ વર્ષોથી ઝૂમાં પાલતું તરીકે રહેતું હતું. સ્થાનિક રહીશોએ રીંછને જોતાં તરત જ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રીંછને પકડી પાછું ઝૂમાં લઈ ગઈ છે.ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ બનાવવાની માગ પૂર્વ કોર્પોરેટર અશોક ચાવડાએ જણાવ્યું હતું કે દોલતપરા વિસ્તારની કસ્તુરબા સોસાયટીમાં રીંછનો પ્રવેશ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ-દીપડાની લટારના બનાવો બન્યા છે. તેમણે સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે.

સ્થાનિક સ્થાનિક રહીશ ગગનભાઈ સોલંકીએ કહ્યું, આ વિસ્તાર વન્યપ્રાણીઓના દેખાવાનું સ્થળ તરીકે પરિચિત થતો જાય છે. બે દિવસ પહેલાં જ રીંછ અહીં ઘૂસ્યું હતું. આવું ફરી ન બને એ માટે ઝૂ તંત્ર અને વન વિભાગે સંયુક્ત રીતે કડક પગલાં લેવા જોઈએ. પભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે યોગ્ય પગલાં લેવાશેથ એસીએફ રાજદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 10મી તારીખની રાત્રે આ ઘટના બની હતી. તેમણે આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે યોગ્ય પગલાં લેવાશે.

Advertisement

આ ઘટનાએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા સ્થાનિક રહેવાસીઓ તથા સામાજિક આગેવાનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના એ વાતની ચેતવણી આપે છે કે હવે જૂનાગઢ શહેરમાં વન્યપ્રાણીઓના નીકળવાની ઘટના સામાન્ય બની રહી છે. લોકોની સલામતી માટે સક્કરબાગ ઝૂની પરિસીમામાં મજબૂત બાઉન્ડરી, ચુસ્ત મોનિટરિંગ અને ટેક્નિકલ સુરક્ષા વ્યવસ્થાઓ અત્યંત જરૂૂરી બની ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement