રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં બેંક અધિકારીનો રેલિંગમાં ગળેફાંસો ખાઈ આપઘાત

06:40 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આત્મહત્યાનો હચમચાવી નાખતો સમગ્ર બનાવ બેંક પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ હજી જાહેર કરાયું નથી. મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે પરોઢિયે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી. ઓફિસર ઘરે ન મળતાં પરિવાર શોધવા નીકળ્યો

Advertisement

રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું.
બેંક ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સ અને બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી. વહેલી સવારે જ્યારે કોમ્પ્લેક્સમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ હતી ત્યારે અહીં આ ઘટના બની હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement