કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોત
શહેરની ભાગોળે આવેલ પડવલા ગામે કંપનીમા કામ કરતા શ્રમીક પરીવારનો 4 વર્ષનો માસુમ કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકનુ મોત નીપજયુ હતુ. એકનાં એક પુત્રનાં મોતથી શ્રમીક પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં પડવલા ગામે આવેલી ફોર્મેટ ટેકનોલોજી પ્રા. લી. મા કામ કરતા શ્રમીક પરીવારનો નૈતીક અમીતભાઇ કોલ નામનો 4 વર્ષનો માસુમ બાળક રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો . ત્યારે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. જયા માસુમ બાળકનુ સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકનો પરીવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે . અને હાલ પડવલા ગામે રહી મજુરી કામ કરે છે . મૃતક નૈતીક કોલ તેનાં માતા - પિતાનો આધાર સ્થંભ એકનો એક લાડકવાયો પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.