રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિરાસર એરપોર્ટના રન-વે પાસેની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી

03:53 PM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પહેલા વરસાદમાં કેનોપી અને હવે દીવાલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક વર્ષમાં જ વિવાદમાં આવી ગયું છે. પ્રથમ વરસાદે એરપોર્ટની કેનોપી તૂટી પડ્યા બાદ હવે ગઈ કાલે પડેલા વરસાદના કારણે દીવાલ ધસી પડી છે.

આ ઘટના બનતાં એરપોર્ટ ઓથોરિટી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.એટલું જ નહીં, વરસાદને કારણે એરપોર્ટની જે દીવાલ તૂટી પડી છે, તે દીવાલ રન-વેથી ખૂબ જ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતા જનક છે. એરપોર્ટની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડતાં ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે ઉલ્લેખની છે કે આ અગાઉ રાજકોટમાં પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદ સમયે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કેનોપી તૂટી પડી હતી જોકે આ કેનોપી હંગામી એરપોર્ટમાં હોવાનું જણાવી વાત દબાવી દેવામાં આવી હતી પરંતુ હવે 15 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થઈ જતા એરપોર્ટ ઓથોરિટી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ 2600 હજાર કરોડ રૂૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે, એક વર્ષ પહેલા જ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટમાં ઉતાવળે ઉભા કરાયેલા એરપોર્ટે ઓથોરિટીને અરીસો દેખાડી દીધો છે.

Tags :
gujaratgujarat newsHirasar airportrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement