પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે કડક કાર્યવાહી, 95,300નો દંડ વસૂલાયો
પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈકો સેન્સેટીવ ઝોનમાં સઘન ચેકીંગ દરમિયાન તા. 23-2-2024થી 11-3-2024 સુધી પ્લાસ્ટિકનો વપરાશ કરનાર સામે અત્યાર સુધીમાં રૂૂ. 95,300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકની કડક અમલવારી માટે કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ઈકો સેન્સેટીવ ઝોનમાં સઘન ચેકીંગ દરમિયાન તા. 23-2-2024 થી 11-3-2024 સુધી પ્લાસ્ટિક નો વપરાશ કરનાર સામે અત્યાર સુધીમાં રૂૂ. 95,300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ 111 જેટલા ગુનો કરનાર આસામીઓને નોટિસ પણ આપવામાં આવી છે.સાથે જ જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં જાહેર સ્થળોએ 500 જેટલા સ્ટીકર લગાડી પ્રચાર કરવામાં આવી રહયો છે.આ ઉપરાંત ડોર ટુ ડોરના વાહનોમાં કલીપ વગાડી માઈક પ્રચાર, શહેરના મુખ્ય વિસ્તારોમાં બેનર મારફત પણ જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.મહાનગરપાલિકા જૂનાગઢની નક્કી કરાયેલ પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતા આસામીઓ માટે 17 જેટલા અધિકારીઓની સાથેની ટીમ દ્વારા શહેરમાં અને ઇકોસેન્સિટીવ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.