ગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 85.39 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે.ગીર સોમનાથ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ ધો. 12 માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તનતોડ મહેનત કરીને સારુ પરિણામ મેળવ્યું છે.ગીર સોમનાથ જિલ્લામાં ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ આવ્યું છે અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 85.39 ટકા પરિણામ આવ્યું છે.
ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 6800 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 6355 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયાં છે. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો 71 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો છે.ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1368 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 1169 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયાં છે. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 05 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો છે. એમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચાએ જણાવ્યું હતું.
