For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ

11:34 AM Dec 10, 2025 IST | Bhumika
મોરબી જિલ્લામાં  sirની 92 ટકા કામગીરી પૂર્ણ  ટંકારા તાલુકો આગળ

મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં સરેરાશ 92 ટકા ફોર્મ પરત આવી જતા તેનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ટંકારા વિધાનસભા વિસ્તારમાં 94 ટકા કામગીરી થઈ છે.

Advertisement

મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં કુલ 8,50,142 મતદારો નોંધાયેલ છે. જે પૈકી 8,48,760 મતદારોને એન્યુમરેશન ફોર્મ એટલે કે, ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યા બાદ કુલ 7,81,394 મતદારોએ ગણતરી ફોર્મ ભરી પરત જમા કરાવતા આ તમામ મતદારોની ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ ક2ી લેવામાં આવી છે. જિલ્લાની ત્રણેય બેઠકમાં સરેરાશ 91.91 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકવાઈઝ જોઈએ તો મોરબી વિધાનસભા બેઠકમાં 2,96,916 મતદારો છે.

જેમાંથી 2,67,899 મતદારોએ ગણતરી ફોર્મ ભરીને પરત આપતા તેમનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 90.23 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આવી જ રીતે ટંકારા બેઠક વિસ્તારમાં 2,57,614 મતદારો પૈકી 2,44,019 મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 94.72 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વાંકાનેર બેઠક વિસ્તારમાં 2,95,612 મતદારો પૈકી 2,69,476 મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે 91.16 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.જિલ્લામાં 8,50,142 મતદારો નોંધાયેલા છે.SIRની કામગીરી દરમિયાન આ પૈકીના 23,275 મતદારોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જ્યારે 5208 મતદારોનું એડ્રેસ મળ્યું નથી. જ્યારે 36267 મતદારોનું સરનામું કાયમી બદલી ગયું છે. ઉપરાંત 3093 મતદારોનું નામ બે વાર યાદીમાં છે. આ તમામ મતદારોના નામ કમી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement