ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000 બેઠક ખાલી

01:13 PM May 31, 2025 IST | Bhumika
Advertisement

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો. 1માં વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી રહી છે. જેમાં સૌથી વધુ 5263 બેઠકો અંગ્રેજી માધ્યમની છે. બે રાઉન્ડ બાદ પણ આટલી બધી બેઠકો ખાલી હોવાથી હવે ત્રીજો રાઉન્ડ સરકાર દ્વારા કરવામા આવશે.

Advertisement

RTEમાં આ વર્ષે આવક મર્યાદા વધીને 6 લાખ થતા કુલ 1,75,685 અરજીઓ થઈ હતી અને જેની સામે રાજ્યની 9741 ખાનગી સ્કૂલોની 25% મુજબ 93,860 બેઠકો હતી. પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને વાલીઓની ચોઈસ અને કેટેગરી-માપદંડો મુજબ પ્રવેશ ફાળવાયા બાદ 7586 બેઠકો ખાલી રહી હતી. 86,274 બાળકોમાંથી 80,461 બાળકોના વાલીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો હતો.

જો કે બીજા રાઉન્ડ પહેલા નવી સ્કૂલો ઉમેરાતા કુલ 9814 સ્કૂલો થઈ હતી અને બેઠકો 94798 થઈ હતી. પ્રથમ રાઉન્ડ બાદ 14,345 બેઠકો ખાલી હતી જેના માટે બીજો રાઉન્ડ કરાયો હતો. બીજા રાઉન્ડમાં 7006 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો.

28મી સુધીમાં પ્રવેશ ક્ધફર્મ કરવાની મુદત પુરી થતા બીજો રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે. બે રાઉન્ડના અંતે કુલ 93,270 ફાળવેલ પ્રવેશ સામે 85,760 બેઠકોમાં પ્રવેશ ક્ધફર્મ થયો છે. જયારે 9157 બેઠકો હજુ ખાલી પડી છે. જેમાં અંગ્રેજી માધ્યમની 5263, ગુજરાતી માધ્યમની 1800, હિન્દી માધ્યમની 1920, મરાઠી માધ્યમની 30, ઓરિયાની 105 અને ઉર્દુ માધ્યમની 39 બેઠકો છે.હવે આ ખાલી બેઠકો માટે થોડા દિવસમાં ત્રીજો રાઉન્ડ શરૂૂ કરાશે. અનેક વાલીઓ સ્કૂલમાં પ્રવેશ મળવા છતાં પસંદગીની સ્કૂલ ન હોવાથી પ્રવેશ ક્ધફર્મ કરાવતા નથી.

Tags :
gujaratgujarat newsRTERTE admission
Advertisement
Next Article
Advertisement