For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારી

12:10 PM Nov 05, 2025 IST | admin
sir કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90  શિક્ષકોને જવાબદારી

Advertisement

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ઈખને પત્ર લખી ચૂંટણી કાર્ય માટે અલગ કેડરની રચના કરવા માંગ

ગુજરાતના શિક્ષક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision - SIR) દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે કામ કરતા શિક્ષકોને પડતી સમસ્યાઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રમાં શિક્ષકોના ગૌરવ અને સન્માનની રક્ષા કરવાની તાકીદ કરવામાં આવી છે.

Advertisement

સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે કે ચૂંટણી પંચના દિશાનિર્દેશો સ્પષ્ટ હોવા છતાં, ગુજરાતમાં 90% થી વધુ BLOની ફરજો માત્ર શાળાના શિક્ષકોને જ સોંપવામાં આવે છે, જે ભેદભાવપૂર્ણ છે, કારણ કે ચૂંટણી પંચે 12 કેટેગરીના સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓમાં આ ફરજોની સમાન વહેંચણી કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, BLOતને શાળા સમય પછી ડોર-ટુ-ડોર ચકાસણી કરવાના આદેશો આપવામાં આવે છે, જે અવ્યવહારુ છે અને તેમના પર બિનજરૂૂરી બોજ વધારે છે. શિક્ષકોને રજાઓ કે અંગત પ્રતિબદ્ધતાઓ દરમિયાન છેલ્લી ઘડીએ આદેશો મળે છે, જેના કારણે તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે.

આ બાબતનો સૌથી ગંભીર મુદ્દો એ છે કે ફરજોમાં વિલંબ કે ગેરહાજરી બદલ શિક્ષકો સામે અરેસ્ટ વોરંટ કે શિસ્તભંગની નોટિસ જારી કરવામાં આવે છે. સંગઠને આ પ્રથાને પકોલોનિયલ યુગની પ્રથાથ ગણાવી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષકો રાષ્ટ્રીય કાર્યો પૂરી નિષ્ઠાથી કરે છે, પરંતુ આ પ્રકારની કાર્યવાહી તેમના મનોબળ અને ગૌરવ ને નુકસાન પહોંચાડે છે. સંગઠને ચેતવણી આપી છે કે જો વોરંટ જારી કરવાની પ્રથા ચાલુ રહેશે અને શિક્ષણનો સમય વહીવટી ફરજોમાં બાધિત થશે તો આગામી રાજ્ય સ્તરની બેઠકમાં વધુ કડક પગલાં લેવા અંગે વિચારણા કરવામાં આવશે.

ABRSMની મુખ્ય માંગણીઓ
ABRSMએ મુખ્યમંત્રીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે, જેમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરાઇ છે.
1.વોરંટ પ્રથા નાબૂદ કરવી: ફરજોમાં વિલંબ કે ગેરહાજરી બદલ શિક્ષકો સામે વોરંટ સિસ્ટમનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે.
2.ફરજોની સમાન વહેંચણી: BLO ફરજોને 12 યોગ્ય વિભાગોમાં ન્યાયી રીતે રોટેટ (ફેરવવામાં) કરવામાં આવે.
3.અલગ કેડરની રચના: ચૂંટણી સંબંધિત કાર્ય માટે એક વિશેષ અને અલગ કેડરની રચના કરવામાં આવે, જેથી શિક્ષકોને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા મળી શકે. વગેરે માંગણીઓ કરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement