સીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યો
જામકંડોરણાના રંગપર ગામની ઘટના: પુત્રીનાં મોતથી પરિવાર શોકમગ્ન
જામકંડોરણામાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી રંગપર ગામે સાત દિવસ પૂર્વે ઝાડ પરથી પટકાઈ હતી. માસુમ બાળકીએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણામાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની રાજલબેન મેહુલભાઈ વાઘેલા નામની 9 વર્ષની માસુમ બાળકી સાત દિવસ પૂર્વે રંગપર ગામે ધોરીધાર વિસ્તારમાં પરિવાર સાથે ગઈ હતી. ત્યારે માસુમ બાળકી સીતાફળના ઝાડ પરથી અકસ્માતે નીચે પટકાય હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટુંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં રાજલબેન વાઘેલા એક ભાઈ બે બહેનમાં મોટી હતી અને તેનો પરિવાર રંગપર ગામે મજૂરી કામ અર્થે ગયો હતો ત્યારે રાજલબેન સાથે ગઈ હતી અને સીતાફળના ઝાડ પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.